દરિયા કિનારે હોવા છતા પરવીન બાબીનો ફ્લેટ ખરીદવા કે ભાડે લેવા કોઈ તૈયાર નથી

PC: presswire18.com

વિતેલા જમાનાની સૌંદર્યવાન અને 70ના દાયકાની ટોચની અભિનેત્રી પરવીન બાબીનો ફલેટ  દરિયા કિનારા પર છે અને વેચવાનો છે, પરંતુ કોઇ ખરીદનાર મળતું નથી કે ભાડે લેવા પણ કોઇ તૈયાર થતું નથી.

ભૂતકાળની જાણીતી અભિનેત્રી પરવીન બાબી મુંબઇમાં જૂહુ બીચ ફ્લેટમાં રહેતી હતી. આ ફ્લેટમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે કોઈ આ ફ્લેટ ખરીદવા કે ભાડે લેવા તૈયાર નથી.  હવે સવાલ એ છે કે સામાન્ય રીતે દરિયા કિનારે ફલેટ હોય તો ઘણા લોકો ખરીદવા તૈયાર થતા હોય છે, પરંતુ પરવીનનો ફલેટ ખરીદવા માટે કેમ કોઇ તૈયાર થતું નથી.

જે ફ્લેટમાં પરવીન બાબીની લાશ મળી હતી તે મુંબઈના જુહુ વિસ્તારમાં રિવેરા બિલ્ડિંગના 7મા માળે છે. આ ઈમારત પ્રખ્યાત જુહુ બીચના એકદમ કિનારે છે. આ ટેરેસ ફ્લેટ છે.

નવભારત ટાઇમ્સે એક સુત્રના હવાલેથી લખેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,આ ફ્લેટ માત્ર વેચાણ માટે જ નથી પણ ભાડે પણ ઉપલબ્ધ છે. 15 કરોડમાં  ફલેટ વેચવાનો છે અને ભાડા પર રાખવો હોય તો દર મહિને ભાડું 4 લાખ રૂપિયા થશે.

જો કે હજુ સુધી એ વાતની ખબર નથ પડી કે ફલેટનો માલિક અત્યારે કોણ છે? બિલ્ડીંગના નેમ પ્લેટ પર પરવીન બાબીનું નામ લખેલું છે, જયારે ફલેટના દરવાજા પર પરવીન બાબી ચેરિટેબલ ટ્રસ્ટ લખવામાં આવ્યું છે. સુત્રએ કહ્યું કે ફલેટમાં અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.

પરવીન બાબીનો ફલેટ નહીં ખરીદવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે પરવીન બાબી Schizophrenia, ડાયાબિટીઝ અને ગેંગરિનથી પિડાતી હતી. તેણી ફલેટમાં એકલી જ રહેતી. તેનું મોત કુદરતી રીતે થયુ હતુ, પરંતુ તેના મોત થયાના 3 દિવસ પછી તેના મોત વિશે પડોશીઓને ખબર પડી હતી. પરવીનના દરવાજા પર અખબારો ભેગા થયા હતા અને દરવાજો ખુલ્યો નહોતો તેના પરથી પડોશીઓને શંકા ગઇ હતી અને જયારે દરવાજો ખોલ્યો ત્યારે પરવીનની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. આ કારણથી ખરીદનારના મનમાં ડંખ રહે છે. ઘણા ફલેટ ખરીદનારા લોકોને એવી ખબર નથી હોતી કે આ ફલેટ પરવીન બાબીનો છે, પરંતુ જયારે ખબર પડે છે ત્યારે ફલેટ ખરીદવાનો ઇન્કાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp