નિર્ભયાના 4 દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદને મળશે આટલા રૂપિયા

PC: indiatimes.com

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી થવાની છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની ક્યૂરેટિવ અરજી પણ ફગાવી દીધી છે. એવામાં તિહાડ જેલે ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચારેય દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદને પણ બોલાવવામાં આવ્યા છે. જે 20 જાન્યુઆરીના રોજ તિહાડ જેલ પહોંચી જશે. જેલ પ્રશાસને ચારેય દોષિતોએ તેમની સજા દરમિયાન જે કમાણી કરી છે, તેના આંકડાઓ પણ જાહેર કરી દીધા છે. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

તિહાડ જેલ તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશ જેલ તંત્ર પાસેથી તેમને અંતિમ મંજૂરી પત્ર મળી ગયું છે. જેમાં તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે, પવન સિવાય તેમની પાસે અન્ય કોઈ જલ્લાદ ઉપલબ્ધ નથી. મેરઠમાં રહેનારા પવન જલ્લાદને કહી દેવામાં આવ્યું છે કે તે અલર્ટ પર રહે. તિહાડ જેલમાં 4 દોષિતોને ફાંસી આપવા જવાનું છે. આમ, એ ચોખવટ થઈ ગઈ છે કે પવન જલ્લાદ જ નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી આપશે. માટે તિહાડ જેલ તંત્રએ નક્કી કરી દીધું છે કે મેરઠથી પવન જલ્લાદને 21 કે 22 જાન્યુઆરીએ નહિ બલ્કે 20 જાન્યુઆરીના રોજ સવારે તિહાડ જેલ બોલાવી લેવામાં આવશે.

20 જાન્યુઆરીના રોજ તિહાડ પહોંચશે પવન જલ્લાદ, ફાંસી આપવા મળશે આટલા રૂપિયાઃ

તિહાડ જેલ તંત્ર દ્વારા નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદને બોલાવવામાં આવ્યા છે. 20 જાન્યુઆરીના રોજ પવન જલ્લાદ તિહાડ જેલ પહોંચી જશે અને 2 દિવસ ત્યાં જ રહેશે. પવન જલ્લાદને 1 ફાંસી માટે 15,000 રૂપિયા મળશે. એટલે કુલ 4 દોષિતોને ફાંસી આપવા પર પવન જલ્લાદને 60,000 રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp