પટાવાળાએ 10 કરોડની એવી રીતે હેરાફેરી કરી કે બધા ચકરાવે ચઢી ગયા

PC: x.com

મધ્યપ્રદેશની રાજધાનીમાં પટાવાળા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, આ લોકોએ 10 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી અને આ પૈસામાંથી કેટલાક પૈસા જમીન ખરીદવા માટે વાપર્યા હતા. પોલીસનું કહેવું છે કે, આરોપીઓએ સરકારી યોજના હેઠળ ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ શરૂ કરીને તેના હેઠળ સબસિડી મેળવવાની યોજના બનાવી હતી. તેનો અર્થ એ છે કે હેરાફેરી કરીને મેળવેલા નાણાંમાંથી પૈસા કમાવવાનું આયોજન કર્યું હતું. જો કે આ આયોજન પરથી પડદો હટી ગયો છે.

આ બધું 4 મહિના પહેલા શરૂ થયું હતું, જ્યારે મુખ્ય આરોપી બ્રિજેન્દ્ર દાસ નામદેવે અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને બેંક ખાતામાંથી 10 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી હતી. આરોપી પટાવાળા બ્રિજેન્દ્ર દાસ MPSCA મધ્યપ્રદેશ બીજ પ્રમાણન એજન્સી માટે કામ કરે છે. તેણે તેના સાથીદાર દીપક પંતી (એકાઉન્ટિંગ આસિસ્ટન્ટની પોસ્ટ પર કામ કરતા) સાથે મળીને MPSCA સંબંધિત નકલી દસ્તાવેજો અને સીલ તૈયાર કર્યા.

આ પછી તેણે બેંક મેનેજર નોએલ સિંહ સાથે પણ મિલીભગત કરી અને તેના ખાતામાં ફિક્સ ડિપોઝીટ ટ્રાન્સફર કરાવી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, વિભાગની નકલી સીલ અને વિભાગના વડાની નકલી સહી સાથે, નામદેવને પટાવાળાને બદલે 'ડ્રોઇંગ એન્ડ ડિબર્સિંગ ઓફિસર' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી 5 કરોડ રૂપિયાના બે ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પછી, આરોપી ધનંજય ગિરી (એક ખાનગી બેંકનો સિનિયર સેલ્સ મેનેજર)નો પ્રવેશ થયો. જેની મદદથી બ્રિજેન્દ્રનું ખાતું એ જ બેંકમાં નકલી દસ્તાવેજોના આધારે કોઈપણ વેરિફિકેશન વગર ખોલવામાં આવ્યું હતું. ત્યારપછી આ 10 કરોડ રૂપિયા નવા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેને 50 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ માટે અન્ય એક આરોપી શૈલેન્દ્ર પ્રધાન કામ કરતો હતો. તેના સહયોગીઓ સાથે મળીને તેણે ઘણા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને ઘણા બેંક ખાતા ખોલાવ્યા. જે લોકોના નામ બેંક ખાતામાં નોંધાયેલા હતા. તેણે પોતાનું કમિશન કાપીને આરોપીઓને રોકડ આપી. આ પછી જમીન ખરીદવાનો આરોપ લાગ્યો હતો. વધુ આક્ષેપો મુજબ હેરાફેરીથી મેળવેલી રૂ.10 કરોડની રકમમાંથી રૂ. 6.40 કરોડ અને રૂ. 1.25 કરોડના બે પ્લોટ ગેરરીતિથી ખરીદવામાં આવ્યા હતા.

આયોજન મુજબ, ‘રાષ્ટ્રીય પશુપાલન યોજના’ હેઠળ, આ જમીનો પર 5 એકરના ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ શરૂ કરવાના હતા. આ યોજનામાં 5 કરોડ રૂપિયા સુધીની લોનની જોગવાઈ છે. જેમાં સરકાર તરફથી લોન પર 50 ટકા સબસિડી પણ મળે છે.

જો કે, હવે આ આયોજનનો પર્દાફાશ કરવા માટે બીજ પ્રમાણન અધિકારી સુખદેવ પ્રસાદ અહિરવારની એન્ટ્રી થઇ હતી. તેમણે આ મામલે 14 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં નામદેવ અને તેના સાથીદારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આરોપી બ્રિજેન્દ્ર દાસ નામદેવ, દીપક પંથી, ધનંજય ગીરી અને શૈલેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ખાતાધારકો રાજેશ શર્મા અને પિયુષ શર્માની સંડોવણીના સમાચાર મળતાં તેઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે, જે 50 બેંક ખાતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા હતા તે ફ્રીઝ કરવામાં આવ્યા છે. પોલીસે નામદેવ પાસેથી નકલી દસ્તાવેજો અને નકલી સીલ પણ જપ્ત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp