તિરુમાલા મંદિરમાં ઈંડા બિરયાની ખાતા લોકો પકડાયા, થયો વિવાદ, તંત્ર મુશ્કેલીમાં

શુક્રવારે તિરુમાલા મંદિરમાં હોબાળો મચી ગયો હતો, જ્યારે કેટલાક લોકો મંદિરની અંદર ઇંડા બિરયાની ખાતા પકડાયા હતા. YSRCP સહિત વિવિધ વિપક્ષી પક્ષોએ અલીપિરી ચેકપોઇન્ટ પર સુરક્ષામાં ખામી અંગે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની ટીકા કરી છે. તિરુમાલામાં દારૂ, માંસાહારી ખોરાક, સિગારેટ પીવી અને તમાકુ ચાવવું સખત પ્રતિબંધિત છે, પરંતુ ભક્તોના એક જૂથને ઇંડા બિરયાની ખાતા પકડવામાં આવ્યા હતા.
જો કે આ નિયમ ઘણા દાયકાઓથી અમલમાં છે, પરંતુ શુક્રવારે તિરુમાલા પહોંચેલા લોકોનું એક જૂથ રામબાગીચા બસ સ્ટેન્ડ પાસે ઇંડા બિરયાની ખાતા જોવા મળ્યું. સાથી ભક્તોએ તિરુમાલા પોલીસને જાણ કરી અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. જ્યારે તિરુમાલા પોલીસે તેમને કહ્યું કે, તિરુમાલામાં ઈંડા અને અન્ય માંસાહારી ખોરાક ખાવા પર પ્રતિબંધ છે, ત્યારે ભક્તોએ કહ્યું કે, તેમને આ વિશે કોઈ જાણકારી નથી. તિરુમાલા પોલીસે તેમને કડક ચેતવણી આપ્યા પછી જવા દીધા.
TTDના ભૂતપૂર્વ ચેરમેન ભૂમના કરુણાકર રેડ્ડીએ સુરક્ષામાં ભૂલ માટે TTD વહીવટીતંત્રની ટીકા કરી હતી. તેમણે કહ્યું, 'આ ઘટના TTD સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને સ્પષ્ટપણે ઉજાગર કરે છે, કારણ કે તમિલનાડુના ભક્તો અલીપિરી ચેકપોઇન્ટ પર ફરજિયાત સુરક્ષા તપાસમાંથી પસાર થયા પછી ઇંડા બિરયાનીના પેકેટ સાથે સરળતાથી તિરુમાલા પહોંચી શક્યા હતા.'
તિરુપતિના સાંસદ ડૉ. M. ગુરુમૂર્તિએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને TTD બાબતોને સુધારવામાં CM નારા ચંદ્રબાબુ નાયડુની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. તિરુપતિ સાંસદે આરોપ લગાવ્યો કે, '8 જાન્યુઆરીએ, તિરુપતિ ટ્રસ્ટના ઇતિહાસમાં સૌથી ખરાબ ભાગદોડની ઘટના બની હતી અને છ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.'
રાજ્ય સરકારે TTD ચીફ વિજિલન્સ અને સિક્યુરિટી ઓફિસર અને તિરુપતિ SPની બદલી કરી હતી પરંતુ આ બે મહત્વપૂર્ણ સુરક્ષા પોસ્ટ્સ પર યોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરી ન હતી. તેના બદલે, સરકારે ચિત્તૂર SPને TTD CVSO અને તિરુપતિ SP બંને પદોના ઇન્ચાર્જ બનાવ્યા, જે TDP સરકારના બેદરકાર વલણને સ્પષ્ટપણે દર્શાવે છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp