વૃદ્ધની શવ યાત્રામાં DJની ધૂન પર ખૂબ નાચ્યા પરિવારજનો, જુઓ તસવીરો

PC: hindi.oneindia.com

કોઈ પોતાના સ્વજનનું નિધન થાય તો પરિવારજનો કુટુંબનો એક સભ્ય ઓછો થયાનું દૂ:ખ અનુભવતા રડારડ કરી મૂકે છે. ચોધાર આસુંએ રડીને પોતાનું દૂ:ખ વ્યક્ત કરતાં હોય છે. તમે સાંભળ્યું જ હશે કે એવા સમયે કેટલાકને હાર્ટ એટેક પણ આવી જાય છે અને તાત્કાલિક સારવાર માટે પણ ખસેડવું પડતું હોય છે. પરંતુ શું તમે એવી શવ યાત્રા જોઈ છે જેમાં સ્વજનો રડતા નહીં પણ હસતાં, નાચતા, કુદતા હોય? તો તમે કહેશો એવું તો કઈ રીતે બને કે કોઈનું અવસાન થયું હોય અને તેમાં હસવા અને નાચવા-કુંદવાની તો વાત ન આવે. એ તો દૂ:ખનો સમય છે. પરંતુ આવી એક ઘટના રાજસ્થાનમાં બની છે, જ્યાં સ્વજનોએ એક વૃદ્ધના અવસાન બાદ રડીને નહીં પણ DJના તાલે નાચીને અંતિમ વિદાઇ આપી.

 

રાજસ્થાનના ભરતપુરમાં એક વૃદ્ધની શવ યાત્રામાં લોકો શોક નહીં, પરંતુ DJ પર ચાલતા સોંગ્સ પર નાચતા ગાતા જઈ રહ્યા હતા. અર્થી આગળ DJ અને પાછળ ડાન્સ કરતાં પરિવારના લોકોને જોઈને બધા હેરાન હતા. સ્મશાને પહોંચ્યા બાદ સ્મશાન ગૃહમાં વૃદ્વના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન પરિવારના લોકોએ જણાવ્યું હતું કે 115 વર્ષની ઉંમર પાર કર્યા બાદ વૃદ્ધને સ્વર્ગ મળ્યું છે, એટલે શોક ન મનાવવામાં આવ્યો. આ ઘટના ભરતપુરના નદબઈ નગરની છે. અહીં રહેતા 115 વર્ષીય વૃદ્ધ દુર્ગ સિંહનું મોત થઈ ગયું. વૃદ્ધના મોત બાદ પરિવારના લોકો એક સભ્ય ઓછો થવાથી દૂ:ખી તો હતા, પરંતુ તેમણે દુર્ગ સિંહના મોત પર નિર્ણય લીધો કે, તેઓ પોતાની ઉંમર પૂરી કરીને ગયા છે તેથી શોક મનાવવાનો સમય નથી.

પરિવારના લોકોએ જ્યારે અતિંમ યાત્રા કાઢી, તો નિર્ણય લીધો કે કોઈ દૂ:ખી નહીં થાય, પરંતુ ખુશી ખુશી દુર્ગ સિંહને અંતિમ વિદાઇ આપવામાં આવશે. જ્યારે માર્ગ પર દુર્ગ સિંહની અંતિમ યાત્રા નીકળી, તો પરિવારના લોકો સિવાય મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સામેલ થયા હતા. અંતિમ યાત્રામાં DJની વ્યવસ્થા કરવામાં આવી હતી. DJ પર ચાલતા સોંગ્સની ધૂન પર પરિવારના બધા સભ્યો નાચતા ચાલી રહ્યા હતા. આ શવ યાત્રાને જોઈને લોકો હેરાન હતા, પરંતુ પરિવારના લોકો વૃદ્ધને હસી-ખુશી સાથે અંતિમ વિદાઇ આપવા માંગતા હતા. સ્મશાન ઘાટ પર પહોંચીને વૃદ્ધના શવને અંતિમ સંસ્કાર કરીને બધાએ હાથ જોડીને અંતિમ વિદાઇ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp