ગોરખપુરની ઘટના અંગે સેહવાગની ટ્વીટ પર ભડક્યા લોકો, જુઓ ટ્વીટ

13 Aug, 2017
12:45 PM
PC: indianexpress.com

ગોરખપુરની BRD હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 5 દિવસમાં લગભગ 63 બાળકોનું મૃત્યુ થયું છે. તેના પર ભારતના ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરી હતી કે તેમને આ ઘટનાનું ખૂબ દુઃખ છે, અત્યારસુધીમાં ઈન્સેફેલીટીસ નામની બીમારીથી લગભગ 50 હજારથી વધારે બાળકોનું મૃત્યુ થયું છે. તેની સાથે તેણે બીજી ટ્વીટ કરી હતી કે આ બીમારીનો પ્રથમ કેસ તેમના જન્મના વર્ષ 1978માં સામે આવ્યો હતો તેમ છતાં તેની સારવાર માટે કોઈ સેવા શોધાઈ ન હોવાનું જાણીને દુઃખ થાય છે.

સેહવાગની આ ટ્વીટ પર ઘણાં લોકોએ તેને ટ્રોલ કર્યો હતો કેમકે તેમણે પોતાની ટ્વીટમાં BJP સરકારનો ઉલ્લેખ કર્યો ન હતો. લોકોએ સેહવાગને BJP સરકારનો ઉલ્લેખ ન કરવા બદલ ખરીખોટી સંભળાવી હતી. લોકોએ તેને BJP સરકારની દલાલી બંધ કરવાનું પણ જણાવ્યું હતું. લોકોનું કહેવું હતું કે ઓક્સિજન સપ્લાય પૂરતી ન હોવાના કારણે આ બાળકોનું મૃત્યુ થયું હતું. આ ઘટના દરમિયાન ઓક્સિજન વિક્ષેપ વિશે અધિકારીઓ વચ્ચે થયેલા પત્રાચારની એક કોપી સામે આવી હતી.

HT મીડિયા પ્રમાણે હોસ્પિટલે ઓક્સિજન સપ્લાઈ કરનારી કંપની પુષ્પા સેલ્સને ₹68,58,596 આપવાના બાકી હતા, આ સંદર્ભે કંપનીએ સપ્લાઈ રોકવાની ચેતવણી પણ આપી હતી. સરકારે બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થયેલ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે હોસ્પિટલ પાસે ભારી સંખ્યામાં સુરક્ષાદળની પોસ્ટિંગ કરવામાં આવી હતી.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: