કોવિંદજી રાષ્ટ્રપતિ તો બન્યા, પણ તેમણે પટાવાળાનું પણ ભલું નથી કર્યું: ઉદિત રાજ

PC: asianage.com

રાષ્ટ્રપતિની ચૂંટણીની ચળવળો ઝડપી થઈ ગઈ છે. વિપક્ષ તરફથી પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાને, જ્યારે ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને NDA તરફથી નોમિનેટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે ટ્વીટ કર્યું, તો લોકોએ તેમને ટ્રોલ કર્યા. ઉદિત રાજે ટ્વીટર પર લખ્યું છે કે, 'જાતિ જોઈને ખુશ ન થતા. જ્યારે કોવિંદજી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે દલિતો ખુશ હતા, પરંતુ એક પટાવાળાનું પણ ભલું નથી કર્યું.' ઉદિત રાજે સીધા રાષ્ટ્રપતિ પર કરેલા આકરા પ્રહારો ને કારણે લોકોએ સોશ્યિલ મીડિયા પર તેમની પ્રતિક્રિયાઓ આપીને ઉદિત રાજને ખરી-ખોટી સંભળાવવા લાગ્યા.

નરોત્તમ નોરોલી નામના એક વ્યક્તિએ લખ્યું કે, તમે પોતે દલિતોનું રાજકારણ કરો છો, તમે શું ભલું કર્યું છે? દલિતોને ભડકાવીને ભાજપના આશ્રય હેઠળ સાંસદ બન્યા, ત્યાં 'દાળ ન ગળી' તો પછી કોંગ્રેસી બની ગયા.’ એક યુઝરે લખ્યું કે, વિપક્ષે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ઉદિત રાજજીનું નામ આપવું જોઈતું હતું! અમને ખૂબ જ નિરાશા થઇ. સુધીર વિશ્નોઈએ લખ્યું કે, તમે પણ સાંસદ હતા, તો તમે જીવનમાં કોઈનું શું સારું કર્યું? દલિતોને બદનામ કરવા સિવાય કશું નથી કર્યું. વિજય પાઠકે લખ્યું કે, જાતિ જોઈને ખુશ ન થતાં, કારણ કે પૂર્વ સાંસદ ઉદિત રાજ આજે પણ ઝૂંપડીમાં રહે છે, ઝાડના પાન અને છાલ પહેરે છે, માટીના વાસણોમાં પાણી પીએ છે.


દામોદર પ્રસાદે લખ્યું કે- સાહેબ, તમે પોતે એક દલિત છો, કૃપા કરીને જણાવો કે તમે કેટલા દલિતોનું ભલું કર્યું છે, કે પછી ભલાઈ કરવાના નામ પર માત્ર મલાઈ ખાધી છે. ઉત્તમ નામના યુઝરે લખ્યું કે, જે વિચારધારાને તમે સવર્ણોના કલ્યાણ માટે છે, કહીને કોસતા રહ્યા, તે જ વિચારધારાએ એક પછાત જાતિની આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનાવી છે. એટલા માટે તમારી બોલતી બંધ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. જો મુર્મૂ ચૂંટણી જીતશે તો તેઓ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે. એટલું જ નહીં, તેઓ આ પદ પર પહોંચનારા દેશના પ્રથમ આદિવાસી પણ હશે. આ સાથે જ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી રહી ચુક્યા છે. તેઓ 1990માં ચંદ્રશેખર સરકાર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. ભાજપથી નારાજ થઈને તેઓ ટીએમસીમાં ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp