26th January selfie contest

સભામાં આવેલા લોકોએ કહ્યું- નીતિશ કુમારના બહાને હેલિકોપ્ટર જોવા મળે છે

PC: tosshub.com

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે જુદા જુદા જિલ્લાઓમાં પ્રચાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર હેલિકોપ્ટરથી બિહારના ગયા પાસે આવેલા ઈમામગંજ પહોંચ્યા હતા. જ્યાં ઈમામગંજ વિધાનસભાના ઉમેદવાર તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના સમર્થનમાં લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. અહીં કેટલાક લોકો હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

ચૂંટણી માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા સ્થળ નજીક બનાવવામાં આવેલા હેલિપેડ પર જેવું હેલિકોપ્ટર લેન્ડ થયું ત્યારે સભા માટે આવેલા લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો આ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. આ લોકોએ એવું પણ કહ્યું કે, નીતિશ કુમારના બહાને ચૂંટણી પ્રચાર દરમિયાન હેલિકોપ્ટર જોવા મળ્યું છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે વિકાસ તો થયો નથી પણ વિકાસની વાત તેઓ સાંભળવા માટે આવ્યા છે. આ બહાને આવું હેલિકોપ્ટર જોવા મળ્યું છે. એક મતદાતાએ તો ત્યાં સુધી કહ્યું કે, અમને નેતાઓના ભાષણ કરતા રોજગારીની વધારે જરૂર છે. રોજગારી જોઈએ. મુદ્દો રોજગારનો હોવો જોઈએ. સભામાં આવેલા કેટલાક બાળકોએ કહ્યું કે પહેલી વખત આટલું નજીકથી હેલિકોપ્ટર જોવા મળ્યું છે. જે માત્ર ચૂંટણીના સમયે જ જોવા મળે છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે, અમને નેતાના ભાષણમાં કોઈ રસ નથી.

થોડા દિવસ પહેલા નીતિશ કુમારના હેલિકોપ્ટરના લેન્ડિગ સમયે સભા માટેનો પંડાલ હવામાં ઊડી ગયો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ત્યાં રહેલી પોલીસને સ્થિતિ કાબુમાં કરતા પરસેવો આવી ગયો હતો. બિહારના મુંગેર જિલ્લામાં જેડીયુના ઉમેદવારના સમર્થન માટે મુખ્યમંત્રી અહીં હેલિકોપ્ટરમાં આવ્યા હતા. હેલિકોપ્ટરના લેન્ડિગ વખતે ભારે પવનને કારણે આ પંડાલ ઉખડી ગયો હતો. અહીં મુખ્યમંત્રી ચૂંટણીસભા સંબોધવાના હતા. જેડીયુના મેવાલાલ ચૌધરીના સમર્થનમાં બેઠક માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર તારાપુર આવ્યા હતા. એ સમયે આ ઘટના બની હતી. જોકે, પછીથી ત્યાં આવેલા લોકોને પોલીસે સભામાં બેસાડીને ચૂંટણીલક્ષી કાર્યક્રમ ખતમ કર્યો હતો. બિહારમાં ચૂંટણીને લઈને ભાજપથી લઈને જેડીયુ સુધીના તમામ રાજકીય પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. પ્રચાર માટેની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. બીજી તરફ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp