જો પોલીસ લાયસન્સ માગે, તો બદલામાં માગી લો આ કાગળ, તમારી પાસે છે આ અધિકાર

PC: amarujala.com

કાર, બાઇક કે સ્કૂટર ચલાવતા લોકોએ સખ્તી સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે, જો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો તેનાથી અકસ્માતો થઈ શકે છે. જે લોકો રસ્તા પર મુસાફરી કરી રહ્યા છે, તેમના માટે મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ શકે છે. આથી જ અનેક જગ્યાઓ પર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે રસ્તાઓ પર ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવે છે, પરંતુ જો પોલીસ તમને કોઈ કારણસર રોકે છે, તો એવું નથી કે તમામ અધિકાર ફક્ત તેમની પાસે છે, તમારી પાસે પણ ઘણા અધિકારો હોય છે. ચાલો તેના વિશે જણાવીએ.

ID બતાવવા માટે કહો

જો ટ્રાફિક પોલીસ તમને રોકીને ડૉક્યુમેન્ટ (DL વગેરે) બતાવવા માટે કહે તો તમે તેને ID બતાવવા માટે કહી શકો છો. તમે તેનો બકલ નંબર અથવા નામ નોંધી શકો છો. જો ટ્રાફિક પોલીસકર્મી તમને પોતાની ઓળખ બતાવવાનું અથવા ID બતાવવા માટે ના કહે છે, તો તમે તેમને તમારા દસ્તાવેજો બતાવવા માટે ના કહી શકો છો.

દસ્તાવેજ બતાવો, આપો નહીં!

મોટર વાહન અધિનિયમની કલમ 130 મુજબ, જ્યારે કોઈ પોલીસ અધિકારી તમારી પાસેથી દસ્તાવેજ માંગે છે, ત્યારે તમારે ફક્ત સ્થળ પર જરૂરી દસ્તાવેજ બતાવવાના છે. બાકી, દસ્તાવેજો સોંપવાનો વિકલ્પ સંપૂર્ણપણે તમારી પસંદગી પર આધાર રાખે છે. જો તમે ઇચ્છો, તો તમારા દસ્તાવેજ તેમને આપવા માટે ના કહી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યાની રસીદ

જો પોલીસ અધિકારી તમારા લાઇસન્સને જપ્ત કરવાનો નિર્ણય લે છે, તો ખાતરી કરો કે તમને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમારા લાયસન્સને જપ્ત કર્યાની માન્ય રસીદ આપવામાં આવે.

કેટલાક અન્ય અધિકારો

પોલીસ અધિકારી તમને ક્યારેય પણ વાહનમાંથી બહાર નીકળવા માટે ફરજ નથી પાડી શકતા, અથવા તમારી ચાવીને જબરદસ્તી વાહનમાંથી કાઢીને તેને લોક નથી કરી શકતા. જો તમને લાગે છે કે, ટ્રાફિક પોલીસે તમારી સાથે યોગ્ય રીતે વર્તન નથી કર્યું અથવા તમને હેરાન કરવામાં આવી રહ્યા હતા, તો તમે આ ઘટના અંગે જણાવવા ઓનલાઈન અથવા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ, જો સ્થળ પર હાજર પોલીસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર અથવા તેનાથી ઉપરના રેન્કનો હોય તો તમે સ્થળ પર જ ચલણ ભરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp