માલિકને બચાવવા માટે કોબ્રા સાથે બાથ ભીડી બિલાડીએ, વીડિયો આવ્યો સામે

PC: aajtak.in

પાળતું પ્રાણીઓની વફાદારીના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે અને જોયા પણ હશે. ક્યાંક શ્વાન પોતાના માલિકનો જીવ બચાવે છે તો ક્યાંક બિલાડી. એવી જ એક ઘટના ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં સામે આવી છે. અહીં એક પાળતું બિલાડીએ કોબ્રા સાંપ સામે બાથ બીડી નાખી. સાંપ ફેણ ફેલાવીને ઘરમાં ભરાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ બહાદુર બિલાડીએ તેને ઘરમાં ભરાવા ન દીધો. આ ઘટના ઓરિસ્સાના ભુવનેશ્વરના કપિલાસ વિસ્તારની છે.

અહીં એક ઘરના માલિક માટે તેની સોની નામની બિલાડીએ પોતાના જીવને જીખમમાં મૂકીને માલિકનો જીવ બચાવ્યો હતો. સોનીએ કોબ્રા સાંપને ઘરમાં ભરાવા ન દીધો. લગભગ કલાકો સુધી તેમની વચ્ચે આ રીતેનો ઘટનાક્રમ ચાલતો રહ્યો છે આંખરે સાંપને બિલાડીની વફાદારી સામે હારીને પાછળ જતું રહેવું પડ્યું. પાળતું બિલાડીએ ઘરની અંદર કોબ્રાને જતા રોકી દીધો. સોની નામની પાળતું બિલાડીએ માલિકના ઘરની અંદર કોબ્રાને ન માત્ર પ્રવેશતા રોક્યો, પરંતુ કલાકો સુધી ચોકીદારી કરતી રહી.

ઘરની અંદર ઝેરી સાંપને ભરાતા રોકવા પોતાના માલિકનો જીવ બચાવવા માટે સોની કલાકો સુધી દીવાલ બનીને ઊભી રહી. સોનીના નામથી ઓળખાતી બિલાડી ઘર અને કોબ્રા વચ્ચે 2 કલાકથી વધારે સમય સુધી દીવાલ બનીને ઊભી રહી. કલાકો સુધી કોબ્રા પર નજર રાખતી રહી, ક્યારેક ક્યારેક તેને બહાર કાઢવા માટે ગર્જતી હતી. આખરે કોબ્રાએ ઘરમાં ભરાવાનો પોતાનો પ્લાન છોડી દીધો. સોની ત્યાં સુધી સચેત રહી, જ્યાં સુધી સાંપ હેલ્પલાઇનથી બચાવ ટીમ ઘટનાસ્થળે ન આવી પહોંચી.

સંપદ કુમાર અને તેના પરિવાર માટે સોનીએ પોતાની જીવ જોખમમાં મૂકી દીધો. મીડિયા સાથે વાતચીત કરતા અરુણ કુમારે જણાવ્યું કે તેમની બિલાડી 1.5 વર્ષની છે જ્યાં સુધી સાંપ બચાવ ટીમ ન આવી, ત્યાં સુધી પાળતું બિલાડી સાંપને રોકવા માટે પહેરો આપતી રહી. લડાઈ કલાકો સુધી ચાલી પરંતુ સૌભાગ્યથી કોઈ ઇજાગ્રસ્ત ન થયું. જ્યાં સુધી મદદ માટે હેલ્પલાઈનથી કોઈ સંપદ પરિદાના ઘરે ન પહોંચ્યું ત્યાં સુધી બિલાડી કોબ્રાની આગળ દીવાલ બનીને બેસી ગઈ. ત્યારબાદ બિલાડીને ત્યાંથી ભગાવી અને સ્નેક હેલ્પલાઈનના અરુણ બરાલે કોબ્રાને પકડી લીધો.

સંપદ કુમારે જણાવ્યું કે તેની બિલાડી દોઢ વર્ષની છે અને પરિવારના સભ્યની જેમ રહે છે. સ્નેક હેલ્પલાઈનના મહાસચિવ શુભેન્દુ મલિકે કહ્યું કે કોબ્રાને શહેર બહાર જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. તેમણે બિલાડીના શરીરની સારી રીતે તપાસ કરી તો કોઈ નિશાન ન નજરે પડ્યું. એવું મોટા ભાગે જોવા મળ્યું છે કે પાળતું પ્રાણી પોતાના માલિકોના સૌથી સારા રક્ષક સાબિત થઈ રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp