પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે વધી શકે છે 4 રૂપિયા, કારણ જાણી લો

PC: india.com

કર્ણાટકની ચૂંટણી પત્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં મીડિયાના રિપોર્ટ પ્રમાણે સરકારી તેલ કંપનીઓને કર્ણાટક ચૂંટણી પહેલાની માર્જિન સ્થિતિમાં પહોંચવું છે તેના માટે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચતા પણ આ સમસ્યા વધી શકે તેમ છે. હાલમાં સાઉદી અરબે તેના ઉત્પાદનમાં વધારો કરવાનો ભરોસો આપ્યો છે. તેવામાં આ સમસ્યાનો થોડા દિવસોમાં ઉકેલ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.

દેશના મેટ્રો શહેર દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમત 75.61 રૂપિયા પ્રતિ લીટરની થઈ ગઈ હતી, જે છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ છે. જ્યારે ડીઝલની કિંમત આ અઠવાડિયામાં 86 પૈસાથી વધીને 67.08 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આવનારા અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટરે 3.5 થી લઈને 4 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે, જ્યારે ડીઝલમાં 4-4.55 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે, ત્યારે જ તેઓ 2.7 રૂપિયા લીટરનો ગ્રોસ માર્કેટિંગ માર્જીન હાંસલ કરી શકશે.

એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વધારાનો અનુમાન રૂપિયા ડોલરના વિનિમય દર સ્થિર રહેવાના અનુમાન પર આધારિત છે. ગયા અઠવાડિયે આઈસીઆઈસીઆઈ સિક્યોરીટીઝે કહ્યું હતું કે, વાહન ઈંધણનું નેટ માર્કેટિંગ માર્જીન 31 પૈસા પ્રતિ લીટરના નીચલા સ્તરે છે કારણ કે 24 એપ્રિલ પછી કર્ણાટકની ચૂંટણી પત્યા સુધીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp