આ કૂતરું 40થી વધુ દેશોમાં પ્રતિબંધિત છે, કરડી લે તો હાડકા પણ તૂટી જાય

PC: batodfoundation.org.uk

પિટબુલની ગણતરી દુનિયાના સૌથી ભયાનક કૂતરાઓમાં થાય છે. જો આ કૂતરો કોઈને કરડી લે, તો હાડકા પણ તૂટી જાય છે. જ્યારે, તેમના જડબામાંથી કોઈને છોડાવવું ખૂબ મુશ્કેલ હોય છે.

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના સંજય નગરમાં એક હૃદયદ્રાવક ઘટના બની. આ ઘટનામાં એક પીટબુલ જાતિના કૂતરાએ પાર્કમાં રમી રહેલા એક બાળક પર હુમલો કરી દીધો અને તેના ગાલને ખૂબ જ ખરાબ રીતે ફાડી નાખ્યો. ઘણા સમય સુધી ત્યાં હાજર લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૂતરાએ બાળકના ચહેરાને ખરાબ રીતે કરડી ખાધો.

બાળકના ચહેરા પર લગભગ 150 ટાંકા આવ્યા છે. રિપોર્ટ મુજબ, બાળકની ઉંમર આશરે 10 વર્ષની છે. આ મામલામાં હાલમાં, ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કૂતરાના માલિકને એક નોટિસ આપીને 5000નો દંડ ફટકાર્યો છે, કારણ કે તેણે કુતરાની નોંધણી મહાનગર પાલિકામાં નહીં  કરાવી હતી.

આ ઘટના બન્યા પહેલા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી પણ પિટબુલ કૂતરા દ્વારા પોતાની વૃદ્ધ માલકીન પર જ હુમલો કર્યાના સમાચાર આવ્યા હતા, જે ઘટનામાં વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. જ્યારે, મેરઠમાં પણ, આ જાતિના પાલતુ કૂતરાએ એક સગીર છોકરા પર હુમલો કર્યો હતો. પીડિત છોકરાનું નામ સલીમ છે, જે મવાના વિસ્તારમાં સૌરભ નામની એક દુકાનમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરે છે.

કૂતરાને ઘરના ગેટ પર બાંધી દેવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, સલીમ જેવો જવા માટે ઉભો થયો, તેવું તરત જ કૂતરાએ તેના ચહેરા અને ગળા પર હુમલો કર્યો. સ્થાનિક લોકોએ સલીમને કૂતરાના જડબામાંથી છોડાવવા માટે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરવો પડ્યો. ત્યાર બાદ, કૂતરાએ તેના માલિકના દિકરાને પણ કરડી લીધો અને તેને ઇજાગ્રસ્ત કરી નાખ્યો.

પિટબુલની ગણતરી દુનિયાના સૌથી ભયાનક કૂતરાઓમાં થાય છે. જો આ કૂતરો કોઈને કરડી લે, તો હાડકા પણ તૂટી જાય છે. જ્યારે, તેમના જડબામાંથી કોઈને છોડાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પીટબુલ પાસે 235 PSIની કરડવાની શક્તિ હોય છે. આ જાતિ અન્ય કૂતરા, પ્રાણી અથવા મનુષ્યને નુકસાન પહોંચાડવા માટે જન્મી નથી. તેમને તે લોકો દ્વારા લડવાનું શીખવવામાં આવે છે જેઓ તેમની પાસેથી પૈસા કમાવવા માંગે છે અને મનોરંજનના રૂપમાં કૂતરાઓની લડાઈ કરાવે છે.

ઘણા મામલાઓમાં આ કૂતરાઓને મોતથી લડવા માટે બનાવવામાં આવે છે અને જેઓ તેને શરૂ નથી રાખી શકતા તેઓને છોડી દેવામાં આવે છે અથવા ઇલેક્ટ્રોક્યૂશન, બંદૂકની ગોળી અથવા અન્ય રીતે ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. એટલા માટે જે લોકો આ જાતિના કૂતરાઓને પ્રશિક્ષિત કરે છે તેઓ અત્યંત ક્રૂર હોય છે. પિટબુલના જડબાં ખૂબ જ શક્તિશાળી હોય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે એકવાર તેઓ જ્યારે કોઈ વસ્તુને પકડી લે છે તો પછી તેને રિલીઝ નથી કરી શકતા. પિટબુલ એટલા ખતરનાક છે કે, તે 40 થી વધુ દેશોમાં પ્રતિબંધિત છે. આ ખતરનાક કૂતરા બ્રાઝિલ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નોર્વે, ફ્રાન્સ, પોલેન્ડ, ચીન, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પ્રતિબંધિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp