આ વ્યક્તિ હશે દેશના પહેલા લોકપાલ

PC: youtube.com

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ દેશના લોકપાલ બનશે. 18 માર્ચના રોજ આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. શુક્રવારના રોજ થયેલી બેઠકમાં તેમના નામ પર સહમતિ બની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને વકીલ મુકુલ રોહિતગીની સિલેક્શન કમિટીએ પિનાકી ચંદ્ર ઘોષના નામ પર મોહર મારી હતી.

આ પહેલા લોકપાલની તપાસ કરનારી સમિતિએ તેમનું નામ આ પદ માટે સૌથી આગળ ચાલનારા લોકોની સુચી માટે શોર્ટલિસ્ટ કર્યું હતું. લગભગ 4 વર્ષના કાર્યકાળ બાદ જસ્ટીસ ઘોષ મે 2017મા સુપ્રીમ કોર્ટથી રિટાયર થયા હતા. હાલમાં તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના વરિષ્ઠ સભ્યોમાંથી એક છે. આ સિવાય તેઓ કોલકાતા હાઇકોર્ટના પૂર્વ જજ છે, જ્યારે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં તેઓ ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp