વારાણસીમાં PM મોદીના માતા હીરા બાનું પિંડદાન, ભાઈ પંકજે કર્યું તર્પણ, જુઓ Photos

PC: ktvvaranasi.com

વારાણસીમાં PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું પિંડ દાન કરવામાં આવ્યું હતું અને તેમની શાંતિ માટે ગંગા કિનારે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ પિંડ દાન અને તર્પણ કર્યું હતું. ગયા વર્ષે 30 ડિસેમ્બરે હીરા બાનું નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

PM નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું ગત વર્ષે 30 ડિસેમ્બરે નિધન થયું હતું. હવે શનિવારે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર તેમનું પિંડ દાન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ પિંડ દાન કર્યું હતું.

પંકજ મોદીએ પિંડદાન દરમિયાન ઘાટના કિનારે વિધિવત પૂજા-પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેઓ ઘણી વખત દુઃખી અવસ્થામાં પણ જોવા મળ્યા હતા. પંકજ મોદીએ માતાની આત્માની શાંતિ માટે માતા ગંગાને પ્રાર્થના પણ કરી હતી.

પિંડ દાન કરનાર દશાશ્વમેધ ઘાટના પૂજારી રાજુ ઝાએ જણાવ્યું કે, દેશના PM નરેન્દ્ર મોદીની માતા હીરા બાની મોક્ષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પૂજા PM નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીએ કરી હતી, જેમાં રીતિ રિવાજથી પહેલા તર્પણ કરવામાં આવ્યું હતું અને પછી પિંડદાન કરવામાં આવ્યું હતું.

રાજુ ઝાએ કહ્યું કે, માત્ર PM નરેન્દ્ર મોદીની માતા જ નહીં, પરંતુ તેમના પિતા અને તેમના પૂર્વજોના પણ વૈદિક રીતિ રિવાજ અનુસાર પિંડ દાન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પૂજા દ્વારા PM નરેન્દ્ર મોદીના માતા અને પિતા સિવાય તેમના પૂર્વજોને પણ મોક્ષ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ પૂજાથી જે લાભ મળશે તેનાથી PM નરેન્દ્ર મોદીનું માન, સન્માન અને ખ્યાતિ વધશે અને સમગ્ર પરિવારને પણ તેનો લાભ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગંગા આરતી વખતે પણ PM નરેન્દ્ર મોદીજીના ભાઈએ તેમની માતા માટે ગંગા પૂજન કર્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં, 30 ડિસેમ્બરે, 100 વર્ષ પૂર્ણ કર્યા પછી, PM નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું નિધન થયું હતું.

આ અગાઉ 7 જાન્યુઆરીએ હરિદ્વારમાં સ્વર્ગસ્થ હીરાબેનની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. PMના ભાઈ પંકજે મોદી પરિવારના કેટલાક સભ્યો સાથે હરિદ્વારમાં પૂજા કર્યા બાદ અસ્થિ વિસર્જન કર્યું હતું. જો કે, વારાણસીમાં તમામ વિધિઓ રીતિ રિવાજ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. પંકજ મોદીના આગમનની જાણ થતાં પોલીસ પ્રશાસન સજ્જ રહ્યું હતું. ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રા, ખજાનચી આશિષ તિવારી, સચિવ હનુમાન યાદવે અંગવસ્ત્રમ અને પ્રસાદ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp