કોંગ્રેસે કહ્યું, અમે કે રાહુલે ક્યારેય નથી કહ્યું 'ભગવા આતંકવાદ'

PC: livelaw.in

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓ છૂટી ગયા બાદ કોંગ્રેસ બેકફૂટ પર નજરે ચઢી રહી છે, જ્યારે BJP કોંગ્રેસ પર તુષ્ટીકરણનો આરોપ લગાવી રહી છે. સાથે જ BJPએ આ કેસના સહારે કોંગ્રેસ પર હિન્દુઓને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પરંતુ કોંગ્રેસના મોટા ભાગના નેતા આ મામલે ચૂપ્પી સાધીને બેઠા છે, પરંતુ આ મામલે પી.એલ.પુનિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અથવા રાહુલ ગાંધીએ ક્યારેય 'ભગવા આતંકવાદ' શબ્દનો ઉપયોગ કર્યો નથી.

તેમણે કહ્યું હતું કે, 'ભગવા આતંકવાદ' જેવો કોઈ શબ્દ નથી હોતો. કોંગ્રેસનો વિશ્વાસ છે કે, આતંકવાદને કોઈ ધર્મ કે સમાજ સાથે ન જોડી શકાય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાહુલ ગાંધી કે પાર્ટીએ ક્યારે 'ભગવા આતંકવાદ' શબ્દનો ઉપયોગ નથી કર્યો.

ઉલ્લેખનીય છે કે, 2007ના મક્કા મસ્જિદ બોમ્બ વિસ્ફોટ મામલે દક્ષિણપંથી સંગઠનના કાર્યકર્તા અસીમાનંદ અને અન્ય ચારને સોમવારે NIAની સ્પેશિયલ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. ત્યાર બાદ BJPએ કોંગ્રેસ પર હુમલો કરતા આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષી દળે 'ભગવા આતંકવાદ' શબ્દનો ઉપયોગ કરીને હિન્દુઓને અપમાનિત કર્યા છે અને રાહુલ ગાંધીએ આ માટે માફી માંગવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp