પ્રધાનમંત્રી ગ્રાન્ડ ચેલેન્જિસ 2020ની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સમારોહને સંબોધશે

PC: thehindu.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગ્રાન્ડ ચેલેન્જિસ 2020ની વાર્ષિક સભાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય સંબોધન કરશે. છેલ્લા 15 વર્ષથી ગ્રાન્ડ ચેલેન્જિસ વાર્ષિક સભાએ આરોગ્ય અને વિકાસના સૌથી મોટા પડકારોને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય નવીન સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ગ્રાન્ડ ચેલેન્જિસ 2020ની વાર્ષિક બેઠક 19 થી 21 ઓક્ટોબર સુધી વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી છે, જેમાં નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિક નેતાઓને એકઠા કરવામાં આવશે, વૈશ્વિક આરોગ્ય સમસ્યાઓના નિરાકરણમાં ઘનિષ્ઠ વૈજ્ઞાનિક સહયોગની હાકલ કરવામાં આવશે, જેમાં ભારત માટે વિશ્વની રચના સાથે કોવિડ-19 અંગે મુખ્ય ભાર મૂકવામાં આવશે.

વિશ્વવ્યાપી નેતાઓ, જાણીતા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો રોગચાળા પછીના વિશ્વમાં ટકાઉ વિકાસ લક્ષ્યોમાં પ્રગતિને વેગ આપવા માટેની મહત્ત્વની અગ્રતા અંગે ચર્ચા કરવા અને કોવિડ-19 વ્યવસ્થાપન અંગેના પડકારોને દૂર કરવા વિસ્તૃત ચર્ચા કરવા આ વાર્ષિક બેઠકમાં જોડાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં રોગચાળા સામે લડવા, રોગચાળાને લગતા સંચાલન અને વૈશ્વિક ઉકેલોના વિકાસ અને અમલીકરણને લગતા વિષયો પર નેતાઓની વાટાઘાટો, પેનલ ચર્ચાઓ અને વર્ચ્યુઅલ અનૌપચારિક વાતચીત કરવામાં આવશે, જે આના પછી આવનારા પડકારોને પણ પહોંચી વળશે. આ વાર્ષિક બેઠકમાં 40 દેશોના આશરે 1600 લોકો ભાગ લેશે.

ગ્રાન્ડ ચેલેન્જિસ 2020ની વાર્ષિક બેઠકની સહ યજમાની બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, બાયોટેકનોલોજી વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર, ભારતીય તબીબી સંશોધન પરિષદ અને નીતિ આયોગ, ગ્રાન્ડ ચેલેન્જિસ કેનેડા, આંતરરાષ્ટ્રીય વિકાસ અને વેલકમ માટે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી દ્વારા સાથે મળીને કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભૂ-વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષ વર્ધન પ્રારંભિક ઉદબોધન કરશે. બિલ ગેટ્સ, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ પૂર્ણ રચનાત્મક વાતચીત રજૂ કરશે.

ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની ભાગીદારી રૂપે, 2012માં ગ્રાન્ડ ચેલેન્જિસ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી અને વેલકમ પણ આ ભાગીદારીમાં જોડાયું હતું. ગ્રાન્ડ ચેલેંજીસ ઇન્ડિયા કૃષિ, પોષણ, સ્વચ્છતા, માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય તથા ચેપી રોગો સુધીની વિવિધ આરોગ્ય અને વિકાસલક્ષી શ્રેણીઓમાં કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp