સ્વીડનના વડાપ્રધાને હિન્દીમાં ટ્વીટ કરી PM મોદીનું કર્યું સ્વાગત

PC: twimg.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે પોતાની યુરોપના ત્રણ દેશોની મુલાકાતના પહેલા ચરણમાં સ્વીડન પહોંચ્યા છે. પ્રોટોકોલને તોડીને સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોવેન એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવા પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે 230 વર્ષ પછી ભારતના કોઈ PM સ્વીડનની મુલાકાતે ગયા છે. આ પહેલા 1988માં રાજીવ ગાંધી સ્વીડનની યાત્રા પર ગયા હતા. આજે PM મોદી લોવેન સાથે દ્વિપક્ષીય શિખર સંમેલનમાં હાજરી આપશે. તેના પછી બંને દેશો વચ્ચે ઘણી સમજૂતી પર કરારો થવાના છે.

સ્વીડનના વડાપ્રધાને હિન્દીમાં ટ્વીટ કરીને PM મોદીનું સ્વાગત કર્યું છે. આજે PM મોદી સ્વીડનમાં રોકાશે. તેના પછી મોડી રાતે તેઓ બ્રિટન જવા માટે રવાના થશે. CHOGMની બેઠક બ્રિટનના બ્રેકઝીટ એટલે કે યુરોપીયન સંઘમાંથી બહાર નીકળવાના નિર્ણય પછી થઈ રહી છે. એવી ચર્ચા છે કે બ્રિટનમાં PM નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવવાનું છે અને જેની પૂરી તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં યોગ અને આયુર્વેદ પર પ્રમાણિત, શોધ અને તેના સમન્વય પર આધારિત નવું નેટવર્ક લંડનમાં લોન્ચ કરવામાં આવશે. જેની શરૂઆત PM મોદી અને પ્રિન્સ ચાર્લ્સ કરશે. આ સેન્ટરને બનાવવાની યોજના નવેમ્બર 2017માં વેલ્સના રાજકુમારે તે સમયે બનાવી હતી, જ્યારે તે ભારતની મુલાકાતે આવ્યા હતા. PM મોદી બ્રિટન અને સ્વીડનની મુલાકાત બાદ પાછા ફરતી વખતે બર્લિન જશે અને જ્યાં તેઓ જર્નન ચાન્સેલર એન્જેલા માર્કેલને મળશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp