26th January selfie contest

PM મોદીએ નહેરુ-ઇન્દિરા ગાંધીનો વર્ષો જૂનો રૅકોર્ડ તોડ્યો, જાણો કઇ રીતે

PC: etimg.com

વર્તમાન લોકસભાની ચૂંટણીમાં PM નરેન્દ્ર PM મોદીની તરફેણમાં ભારે જનાદેશે ભારતીય ચૂંટણી ઇતિહાસમાં એક નવું અધ્યાય ઉમેર્યું છે. PM નરેન્દ્ર PM મોદીને મળેલી આ જીતે ઘણા રેકોર્ડ બનાવ્યાં. BJP છેલ્લા 35 વર્ષમાં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરનાર પ્રથમ પક્ષ બન્યો, પણ જંગી જીત સાથે તેની વોટશેરમાં પણ રેકોર્ડમાં વધારો થયો.

આ પરિણામો PM મોદીની લોકપ્રિયતા પ્રતિબિંબિત કરવા ઉપરાંત, પાછલા ઘણાં વર્ષોમાં  BJPના સતત વિસ્તરણમાં પણ અંકિત કરે છે. ભારતીય જનતા પક્ષે એકલા આ ચૂંટણીમાં 303 બેઠકો જીતી છે જે 2014 ની સરખામણીમાં 21 બેઠકો વધુ છે. તેનાથી પણ મહત્વનું વાત એ છે કે BJPના વોટ શેરમાં 6 %નો ઉમેરો થયો છે. આનો અર્થ એ છે કે ભારતીય ચૂંટણી ઇતિહાસમાં 1952 પછી કોઈ પણ પક્ષે વોટશેરમાં ગતિથી વધારો કર્યો નથી

પાછલો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો જેના વોટશેરમાં 1984માં 5 % વધારો થયો હતો. જો કે, 1984 ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હત્યાની સંવેદના કોંગ્રેસ સાથે હતી અને કૉંગ્રેસના સહાનુભૂતિના રૂપે રાજીવ ગાંધી આ રેકોર્ડ કર્યો હતો.

1984 પહેલા બે વખત એવું જોવા મળ્યું જ્યારે એક પક્ષે પોતાના વોટશેરમાં વધારો કર્યો. પ્રથમ વખત 1957 માં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં અને બીજી વખત 1971 માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં. જો કે, કોંગ્રેસના વોટશેરમાં 3 %નો વધારો થયો. આ ધ્યાન રાખવું મહત્વનું છે કે ભારતીય રાજકારણમાં એ સમયગાળો કોંગ્રેસનું પ્રભુત્વનો હતો.

ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર 2014માં, BJPનો વોટશેર કોંગ્રેસ કરતા વધારે રહ્યો. જો કે, 1998 અને 1999 માં BJPના નેતૃત્વમાં NDAએ કેન્દ્રમાં સરકાર બનાવવા માં સફળ રહ્યા, પરંતુ તેમનો વોટશેર તો કોંગ્રેસ કરતા ઓછો જ રહ્યો.

BJPના વોટશેરમાં વધારો કોઈ નવી વાત નથી કારણ કે પહેલા પણ 3 પ્રસંગ એવા આવ્યાં હતા જ્યારે BJPનો વોટ શેર વધ્યો છે.

1991માં મંડળની રાજનીતિની પરાકાષ્ઠા દરમિયાન જ્યારે BJPના મતમાં 9 % વધારો થયો ત્યારે તેઓ 11 %થી 20 % સુધી પહોંચી ગયા. બીજી વખત 1998 માં તેને 6 % વધુ મત મળ્યા હતા અને 2014 માં તેમની મત શેરમાં 12 % વધારો થયો હતો.

જો કે, આ ચૂંટણીમાં BJPના મતમાં 6 % વધારો વધુ મહત્ત્વનો છે કારણ કે તે કોિ એક પક્ષનો સૌથી વધારે વધારો છે જે સત્તામાં પરત ફર્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp