PM મોદીની ગુજરાતને બર્થ ડે ગિફટ: નર્મદા ડેમ રાષ્ટ્રને સમર્પિત

PC: twitter.com/vijayrupanibjp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 67મા બર્થ ડે પર સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 56 વર્ષ પહેલાં નર્મદા ડેમનું ભૂમિપૂજન કર્યું હતું. 56 વર્ષ પછી નર્મદા ડેમની યોજના પરિપૂર્ણ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની એક જ સપ્તાહમાં ગુજરાતની આ બીજી મુલાકાત છે. જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો અબે સાથે તેમણે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું ખાતમહુર્ત કર્યું હતું. જ્યારે આજે તેમનાં જન્મ દિવસે નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરીને વડાપ્રધાને પૂજા અર્ચના કરી હતી. ભગવાન વિશ્વકર્માની આરતી કરી નર્મદાની પૂજા કરી આશિષ લીધા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં લોકોને નર્મદા ડેમની પૂર્ણાહૂતિ અંગે અભિનંદન આપ્યા હતા.તેમણે કહ્યું કે આ તમામ લોકોનાં સ્વપ્નોને નર્મદા ડેમ ચરિતાર્થ કરશે.

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટવિટ કરી લખ્યું કે ગુજરાત અને મધ્યપ્રદેશના લોકોએ સખત પરિશ્રમ કરી નર્મદા ડેમને પરિપૂર્ણ કરવામાં યોગદાન આપ્યું છે. ખેતી અને સિંચાઈ માટે ડેમ વિકાસની નવી રાહ કંડારશે.

શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડેમનાં લોકાર્પણ પ્રસંગે ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

બરાબર 10.22નાં ટકોર વડાપ્રધાન મોદીએ ડેમને ડિજિટલી દેશને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાને ડભોઈથી કેવડીયા સુધીની યાત્રા ખરાબ હવામાનનાં કારણે મોટર માર્ગે કરી હતી. વડાપ્રધાનનાં ચોપરને ખરાબ હવામાનનાં કારણે ડભોઈમાં ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડરી, રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિતનાં મંત્રીઓ અને ભાજપનાં હોદ્દેદારો અને પદાધિકારોઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp