રામ મંદિર નિર્માણમાં PM મોદીનું કોઈ યોગદાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામી

PC: assets.vccircle.com

આગામી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જેને માટે મોટા પાયે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન BJP સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, રામ મંદિર નિર્માણમાં PM મોદીનું તો કોઈ યોગદાન નથી. BJP સાંસદે એવું પણ કહ્યું કે, પાંચ વર્ષથી રામ સેતુની ફાઈલ તેમના ટેબલ પર પડી છે. એક ટીવી ચેનલની સાથે વાતચીતમાં સ્વામીને સવાલ પૂછવામાં આવ્યો કે, રામ મંદિર ભૂમિ પૂજનમાં એવા કયા લોકોને બોલાવવામાં નથી આવ્યા, જેમને બોલાવવામાં આવવા જોઈતા હતા. તેના જવાબમાં સ્વામીએ કહ્યું કે, રામ મંદિરમાં વડાપ્રધાનનું કોઈ યોગદાન નથી. બધી ચર્ચા અમે કરી. જ્યાં સુધી હું જાણું છું સરકાર તરફથી તેમણે એવું કોઈ કામ નથી કર્યું, જેના વિશે કહી શકાય કે તેના કારણે નિર્ણય આવ્યો.

સ્વામીએ કહ્યું કે, જે લોકોએ કામ કર્યું, તેમાં રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને અશોક સિંહલના નામ સામેલ છે. સ્વામીએ એવુ પણ કહ્યું કે, વાજપેયીએ પણ તેમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. અશોક સિંહલે તેમને એ વાત જણાવી હતી. BJP સાંસદે કહ્યું કે, રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માટે ફાઈલ વડાપ્રધાનના ટેબલ પર છેલ્લાં 5 વર્ષોથી પડી છે, પરંતુ તેમણે હજુ સુધી તેના પર હસ્તાક્ષર નથી કર્યા. સ્વામીએ કહ્યું કે, હું કોર્ટમાં જઈને આદેશ અપાવી શકું છું પરંતુ મને ખરાબ લાગે છે કે, અમારી પાર્ટી હોવા છતા પણ અમારે કોર્ટમાં જવું પડે છે.

સુબ્રમણ્યન સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી જો ફરીવાર PM બન્યા હોત તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ચુક્યુ હોત. રાજીવ ગાંધીએ વિવાદિત સ્થળનું તાળું ખોલાવડાવ્યું હતું અને રામ મંદિર માટે શિલાન્યાસ કાર્યક્રમની પરવાનગી પણ આપી દીધી હતી, પરંતુ તેમના અસામયિક નિધનને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, પૂર્વ CM નરસિમ્હા રાવના નજીકના રહેલા એક કેન્દ્રીય મંત્રીએ ખુલાસો કર્યો છે કે, 1992માં બાબરી વિધ્વંસ પહેલા જ રાવ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવવા માગતા હતા. તેને માટે તેમણે એક કાર્યયોજના પણ તૈયાર કરી લીધી હતી પરંતુ ત્યારે વિવિધ મઠોના શંકરાચાર્યો અને પીઠાધીશોની વચ્ચે મતભેદને પગલે તેમની યોજના સફળ થઈ શકી નહોતી. રામ મંદિર આંદોલનને ધાર આપવાનું કામ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અશોક સિંહલે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp