ગુજરાતમાં 13 વર્ષ એકલો CM રહ્યો, પરિણામ ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયુઃ PM મોદી

PC: jammulinks.news

હાલમાં પ્રધાનમંત્રી મોદી ઝારખંડમાં ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે ઝારખંડના જમશેદપુર અને ખૂંટીમાં રેલીને સંબોધિત કરી હતી. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 5 વર્ષ પહેલા કેવી સ્થિતિ હતી, એ વાત કોઈનાથી છુપી નથી. કોંગ્રેસ અને ઝામુમોના રાજમાં ભ્રષ્ટાચારની ખબરો આવતી હતી. આજે પણ ભ્રષ્ટાચારના કેસો અદાલતમાં ચાલી રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે તેમણે CM પદનો સોદો પણ કરી નાખ્યો હતો. પાંચ વર્ષ પહેલા ઝારખંડ રાજકીય અસ્થિરતા માટે ચર્ચામાં રહેતું હતું. માત્ર 15 વર્ષમાં ઝારખંડમાં 10 વાર મુખ્યમંત્રી બદલાયા છે. ગુજરાતમાં 13 વર્ષ એકલો મુખ્યમંત્રી હતો. અને તે જ સ્થિરતાનું પરિણામ છે કે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે.

પ્રધાનમંત્રી કહે છે કે, વાતાવરણ જે રીતે નથી બદલાતુ એટલી ઝડપથી મુખ્યમંત્રી બદલાય જતા હતા. જેમાં કોંગ્રેસ અને JMMના નેતાઓનો સ્વાર્થ જવાબદાર છે. ભાજપાએ તેના પર રોક લગાવી અને ઝારખંડમાં પહેલીવાર 5 વર્ષ સુધી એક જ મુખ્યમંત્રી તેમના પદે રહ્યા. એ જ સ્થિરતાનું પરિણામ છે કે, પ્રભાવી કામ થઈ રહ્યું છે. આ વાતાવરણને બનાવી રાખવા માટે ઝારખંડ અવાજ લગાવી રહ્યું છે, ભાજપા સરકાર ફરી એકવાર.

પ્રધાનમંત્રી મોદીએ જમશેદપુરની ધરતીને સ્વર્ણની ધરતી કહી છે. તેમણે કહ્યું કે, જમશેદપુરની ધરતી લાખો લોકોના સપના સાકાર કરવાની ભૂમિ છે. દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારવાની ધરતી છે. હું જમશેદજી નૌસેરવાન ટાટાને પ્રણામ કરું છું. મારો તો તમારી સાથે સીધો સંબંધ છે. કારણ કે ટાટા પરિવાર ગુજરાતથી છે. અને આજે પણ નવસારીમાં તેમનું ઘર છે. આજે ટાટા પરિવારની યાદો ગુજરાતથી જોડાયેલી છે. હું ઘણીવાર જમશેદપુર આવ્યો છું. પ્રધાનમંત્રી બન્યા પછી બીજીવાર આવ્યો છું. પાછલી વાર અમે કહ્યું હતું કે અમારી પાર્ટી દિલ્હી સુધી સિમિત રહેનારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp