PM મોદીનું વિમાન પાકિસ્તાન નહીં પરંતુ આ દેશમાં થઈને બિશ્કેક જશે

PC: akm-img-a-in.tosshub.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં થનારા શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાન હવાઇક્ષેત્રનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે, વડાપ્રધાન મોદી ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14મી જુને SCO સમિટમાં સામેલ થવા જશે. ભારતે રવિવારે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંઘાઇ સમિટમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાન જવા માટે પોતાનું હવાઇક્ષેત્ર ખોલી દે. પાકિસ્તાન સરકારે સોમવારે ભારતની અપીલ પર મોદીના વિમાન માટે પોતાનું હવાઇ ક્ષેત્ર ખોલવાની પણ મંજૂરી આપી દીધી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ પર વિચાર કર્યો છે. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાના દેશોમાંથી પસાર થઇને બિશ્કેક જશે. આ સંમેલનમાં ઇમરાન ખાન પણ હાજર રહેવાના છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં હુમલો કરીને આતંકવાદીઓના લોન્ચ પેડ નાશ કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને પોતાનું હવાઇ ક્ષેત્ર અસ્થાયી રીતે બંધ કરી દીધું હતું. ગત સપ્તાહે ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અપીલ કરી હતી અને હવાઇ ક્ષેત્ર ખોલવા જણાવ્યું હતું. જોકે પાકિસ્તાને પરવાનગી આપી હોવા છતાં ભારતીય વિદેશ મંત્રાલયે હવે પાકિસ્તાનનું હવાઇ ક્ષેત્ર ન વાપરવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp