દુનિયામાં જે આર્થિક સ્થિતિ છે તે હિસાબે આ બજેટ સર્વશ્રેષ્ઠઃ PM નરેન્દ્ર મોદી

PC: thedailybreakingnews.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને લઈને ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, ભલે લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે પણ પ્રજા ભ્રમિત થઈ નથી. અને દરેકને સમજાઈ રહ્યું છે આ બજેટ ઘણું સારું છે. સમાચાર એજન્સી અનુસાર, પ્રધાનમંત્રીએ આ વાત પાર્ટી સાંસદોની એક બેઠકમાં કહી હતી. તેમણે કહ્યું કે, હવે ટીકાકારોએ પણ આ વાતનો સવીકાર કરી લીધો છે કે હાલની વૈશ્વિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈએ તો આ બજેટ સર્વશ્રેષ્ઠ છે.

સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ ભાજપા સંસદીય દળની બેઠકમાં બોડો કરારને ઘણો અગત્યનો અને ઐતિહાસિત ગણાવ્યો છે. તેમણે કહ્યું, પહેલાની સરકારોએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું.

પ્રધાનમંત્રી મોદીએ પૂર્વોત્તરની બ્રૂ જનજાતિને આસામમાં વસાવવાને લઈને જાણકારી આપી અને કહ્યું કે, આ અગત્યનો નિર્ણય છે. આ નિર્ણયને લઈને અમુક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા પણ લોકોએ તેનો સહજતાથી સ્વીકાર કરી લીધો.

ભાજપા સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થયા. બેઠકમાં PM મોદી અને અન્ય નેતાઓએ નડ્ડાનું સ્વાગત કર્યું. નડ્ડાએ ભરોસો આપતા કહ્યું કે 8 તારીખના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપાની જીત થશે.

સંસદ ભવન પરિસરમાં થયેલી ભાજપાની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સહિત તમામ મંત્રી સામેલ હતા. હેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાર્ટી સાંસદોને કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિમાં અને તેનો સામનો કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપી. આ બેઠકમાં પાર્ટી સાંસદ અનંત હેગડે મોજૂદ નહોતા. જેમણે બે દિવસ પહેલા મહાત્મા ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp