સરકાર ગરીબો માટે કામ કરે છે, અંબાણી-અદાણી માટે નહીં: PM મોદી

08 Dec, 2017
05:31 AM
PC: ndtv.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, અમારી સરકાર અંબાણી-અદાણી માટે નહીં, પરંતુ ગરીબો માટે કામ કરે છે. તેમણે ગુજરાતમાં એક જનસભામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, મારી સરકારે શૌચાલય બનાવવાની પહેલ કરી હતી. શું અંબાણી અને અદાણી જેવા અમીર લોકો નિત્ય ક્રિયાઓ માટે ખેતરમાં ખૂલ્લામાં જતા હતા? શું શૌચાલય ગરીબો માટે ન હોવું જોઈએ?