મહાબલીપુરમના બીચ પર PM મોદીએ કરી સફાઈ, જુઓ વીડિયો

PC: economictimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જોડે અનૌપચારિક વાતચીત માટે તમિલનાડુના મહાબલિપુરમમાં છે. આજે સવારે તેઓ મહાબલિપુરમના બીચ પર જોગિંગ દરમ્યાન સાફ-સફાઈ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં બીચ પરથી તેઓ કચરો ઉઠાવી રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આજે સવારે મમલ્લાપુરમના બીચ પર 30 મિનિટ સુધી પ્લોગિંગ(જોગિંગની સાથે સફાઈ) કર્યું. આપણે સૌએ એ નક્કી કરવું જોઈએ કેસ આપણા જાહેર સ્થળો ચોખ્ખા રહે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ફિટ અને સ્વસ્થ રહીએ.

ભારત અને ચીનની વચ્ચે સવારે 10 વાગ્યાથી શિખર વાર્તા શરૂ થઈ. જે પોણા 12 વાગ્યા સુધી ચાલશે. વાતચીત દરમ્યાન બંને દેશો વચ્ચે મોટા કરાર થઈ શકે છે. સાથે જ તેઓ બંને દેશો વચ્ચેના આપસી વેપાર વચ્ચેના ખતરા વિશે પણ વાતો કરશે. લગભગ 11 વાગ્યે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. લંચ પછી બંને નેતાઓ ચેન્નઈ જવા માટે નીકળશે. અને તેઓ ત્યાંથી નીકળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp