PM મોદીએ સાંસદોને કહ્યું માત્ર રામમંદિરનાં ભરોસે ન રહેતા, નારાજ છે તેમને મનાવો

2024માં લોકસભાની ચૂંટણીને આડે 9 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની યોજનાઓ પર કામ કરવા લાગ્યા છે. આ ક્રમમાં વડાપ્રધાન મોદીએ 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સોમવારે NDAના સાંસદો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમએ સાંસદોને સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા, તેમના મતવિસ્તારના લોકો સાથે જોડાયેલા રહેવા અને અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો સાથે સંપર્ક વધારવા અને તેમને સમજાવવા કહ્યું.
સૂત્રોએ જણાવ્યું કે પીએમએ સાંસદોને કહ્યું કે 2024ની લડાઈમાં માત્ર રામ મંદિર પર જ ભરોસો ન કરો, પરંતુ સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવા, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા. ઉત્તર પ્રદેશના સાંસદો સાથેની બેઠકમાં વડાપ્રધાને સાંસદોને પાયાના સ્તરે કામ કરવાની અને પ્રદેશના લોકો સાથે વધુ સમય પસાર કરવાની સલાહ આપી હતી.
I.N.D.I.A ગઠબંધન છે છેતરપિંડી: આ મીટિંગ દરમિયાન, પીએમએ સાંસદોને રામ મંદિરના નિર્માણ અને કલમ 370 નાબૂદ કરવા સિવાય અનેક વિકાસ અને લોક કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યો વિશે મતદારોને માહિતગાર કરવા જણાવ્યું હતું. આ સિવાય એનડીએના સાંસદોની બેઠકમાં મોદીએ કહ્યું કે નવનિર્મિત વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.) એક કપટ છે અને સંગઠનનું નામ બદલવાથી તેનું પાત્ર બદલાશે નહીં. યુપીએનું નામ ભ્રષ્ટાચારમાં લિપ્ત થતાં વિપક્ષોએ ગઠબંધનનું નામ બદલી નાંખ્યું છે. પીએમ મોદીએ સાંસદોને એમ પણ કહ્યું કે એનડીએને સાથે રાખવા માટે ભાજપે હંમેશા સામેથી બલિદાન આપ્યા છે અને બિહારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે લગભગ બમણા ધારાસભ્યો હોવા છતાં પાર્ટીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ તેમ છતાં તેમણે ગઠબંધન કર્યું ત્યાર બાદ તોડ્યું અને વિરોધમાં ગયા.
જેઓ રિસાયેલા, નારાજ છે તેમને મનાવો: આ બાબતો ઉપરાંત વડાપ્રધાને સાંસદોને પોતપોતાના મતવિસ્તારમાં વધુમાં વધુ સમય વિતાવવાનું પણ કહ્યું હતું. સ્થાનિક મુદ્દાઓ પર વાત કરવા, લોકો દ્વારા આપવામાં આવેલા લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં જવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. પીએમ મોદી એનડીએના સાંસદોને 2024ની જીતનો મંત્ર આપ્યા અને કહ્યું કે 'જે લોકો નારાજ છે, રિસાયેલા છે તેમને મનાવો, ચૂંટણી દરમિયાન જનતા સાથે વધુમાં વધુ સમય વિતાવો.
આ સિવાય પીએમે સાંસદોને કહ્યું કે પોત પોતાનાં વિસ્તારમાં આવેલા પ્રોજેક્ટ અથવા વિકાસ કાર્યો પૂર્ણ કરો જેથી જનતાનો વિશ્વાસ ઓછો ન થાય. તમને જણાવી દઈએ કે મીટિંગમાં વરુણ ગાંધી પણ હાજર હતા, જેમના છેલ્લા કેટલાક નિવેદનો પાર્ટી લાઇનની વિરુદ્ધ જોવા મળ્યા હતા. આ બેઠકમાં તેમની હાજરી સૂચવે છે કે તેઓ હાલ ભાજપ સાથે જ રહેશે. આ બેઠકમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બ્રજ અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના સાંસદો પહોંચ્યા હતા.
નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં આયોજિત બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. એનડીએ સાંસદોની પ્રથમ બેઠક કેન્દ્રીય મંત્રી અને જાટ ચહેરા સંજીવ બાલ્યાન અને બીએલ વર્મા દ્વારા યોજવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના સાંસદો સાથે બીજી બેઠક સંસદ સંકુલમાં થઈ, જેમાં વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહે હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp