PM મોદીની બાળકો સાથે મસ્તી, માથા પર સિક્કા ચોંટાડવાનો જાદુ શિખવ્યો, વીડિયો વાયરલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. દુશ્મનો માટે છપ્પની છાતી અને કડક વલણ અપનાવવા માટે જાણીતા પ્રધાનમંત્રી મોદી બાળકો સાથે ઘણી વખત નિદોર્ષ મજાક કરતા જોવા મળે છે. PM મોદી બાળકો સાથે બાળકોની જેમ જ હળીભળી જાય છે.
હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં PM મોદી બે બાળકો સાથે મસ્તી કરી રહ્યા છે અને બાળકોના માથા પકડીને મજાકમાં ટકરાવી રહ્યા છે.PM મોદી બાળકોના માથા પર સિક્કા ચોંટાડી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે. પરિવારની સાથે બે બાળકો પણ PMને મળવા પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી બાળકોને ખુશ કરવા માટે તેમની સાથે બાળકની જેમ જ રમત શરૂ કરે છે.પ્રધાનમંત્રી બાળકોને માથા પર સિક્કા ચિપકાવવાની ટ્રીક પણ સમજાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર બાળકો સાથેની મસ્તીનો વીડિયો શેર કર્યો છે. જેને લોકો ખુબ વખાણી રહ્યા છે. દેશ દુનિયાની સામે ટક્કર આપતા પ્રધાનમંત્રી સાવ ભોળા બાળક જેવા બનીને મસ્તી કરતા નજરે પડે છે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બધાને ખબર જ છે કે, તેમને બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ છે. તેઓ અનેક વખત બાળકો સાથે ગપસપ કે મસ્તી કરતા રહે છે, પરંતુ આ વખતે તેમનો અંદાજ કઇંક અલગ જ જોવા મળ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે PM મોદીએ બાળકોને સમય આપ્યો હોય. આ પહેલા પણ ઘણી વખત તોફાન કરતા અને બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. આ વર્ષે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસર પર, PM મોદી અખિલ ભારતીય શિક્ષણ પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં બાળકોને મળ્યા હતા. X પ્લેટફોર્મ પર બાળકો સાથેની તસવીર શેર કરતાં PM મોદીએ લખ્યું હતું કે માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને ઉત્સાહથી ભરી દે છે.
પ્રધાનમંત્રી હોવાને કારણે તેમને દેશની વિરોધી પાર્ટીઓનો સામનો કરવાનો હોય, આખા દેશની જવાબદારી માથે હોય, અત્યારે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોય, 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે, આટ આટલી જવાબદારી હોવા છતા તેઓ બાળકો માટે સમય કાઢી લે છે તે મોટી વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp