PM મોદીએ 5.50 લાખ મોકલ્યા છે, પાછા નહીં કરું- જાણો શું છે મામલો

PC: thehindu.com

બિહારના ખગડિયામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. જ્યાં એક ગ્રાહકના બેંક ખાતામાં અચાનક સાડા પાંચ લાખ રૂપિયા આવી ગયા. બેંક ખાતાધારકને લાગ્યું કે પ્રધાનમંત્રી મોદીએ તેના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલ્યા છે. તેણે કહ્યું કે પ્રધાનમંત્રીએ વાયદો કર્યો હતો કે દરેકના ખાતામાં રૂપિયા મોકલશે. આ કડીમાં તેમણે આ રકમ મોકલી હશે. આ વિચારીને તે ખુશ પણ થઇ ગયો અને તેણે આ રૂપિયા ઉપાડીને ખર્ચ પણ કરી દીધા. પણ ત્યાર બાદ કેસ કંઇક જુદો જ નિકળ્યો. જેને કારણે હવે આ ખાતા ધારકને જેલ મોકલવાની કવાયત ચાલી રહી છે.

બેંકે ભૂલથી રંજીત દાસના ખાતામા સાડા પાંચ લાખ રૂપિયા મોકલી દીધા. બેંકને જ્યારે પોતાની ભૂલ વિશે જાણ થઇ તો રંજીત દાસને એ રૂપિયા પરત કરવા માટે કહ્યું. પણ રંજીત દાસે એ ખુશીમાં પૈસા ખર્ચ કરી દીધા કે પ્રધાનમંત્રી મોદીએ તેને આ રૂપિયા મોકલ્યા છે. તે હવે પરત કરશે નહીં. બેંક દ્વારા ઘણીવાર વાપસીની નોટિસ મોકલવામાં આવી. છતાં રકમ બેંકને પરત કરવામાં આવી નહીં તો બેંક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યાર પછી માનસી પોલીસ દ્વારા રંજીત દાસની ધરપકડ કરવામાં આવી. તે નજીકના બખ્તિયાર ગામના નિવાસી છે.માનસી પોલીસ અધિકારી દીપક કુમારે જણાવ્યું કે ગ્રામીણ બેંક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રંજીત દાસને હવે જેલ મોકલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

બેંકની દલીલ

ગ્રામીણ બેંક માનસી બ્રાંચના બેંક અધિકારીઓનું કહેવું છે કે ભૂલથી રંજીત દાસના ખાતામાં રૂપિયા જતા રહ્યા હતા. ત્યાર પછી મિલાન થવા પર જાણ થઇ અને રંજીતને સતત રૂપિયા પરત કરવા કહેવામાં આવ્યું. પણ ત્યાં સુધીમાં રંજીતે રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતા. રંજીત જોડે સંપર્ક કરવામાં આવ્યો તે તેણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા મોકલ્યા છે. હું પરત કરીશ નહીં. જ્યારે રૂપિયા પરત કરવામાં આવ્યા નહીં તો બેંકે પોલીસ પાસે ફરિયાદ દાખલ કરાવી.

જણાવીએ કે, આ કંઇ પહેલા આવો કિસ્સો નથી. આગળ પણ દેશના જુદા જુદા ભાગોમાંથી આ રીતનો મામલો સામે આવ્યો હતો. જેમાં બેંક અધિકારીઓની બેદરકારી સામે આવી ચૂકી હતી. આ કિસ્સામાં પણ બેંક અધિકારીઓની બેદરકારી દેખાઇ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp