મુખ્યમંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ જાણો PM મોદીએ લોકડાઉન મુદ્દે શું કહ્યું

PC: ThePrint.in

દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી. આ દરમિયાન કોરોનાની ગંભીર સ્થિતિ અને વેક્સીનેશન પર ચર્ચા થઇ. જેમાં હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યું કે કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. એવામાં તાત્કાલિક ઉપાયો જરૂરી થઇ ગયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, દુનિયાભરમાં નાઇટ કર્ફ્યૂને સ્વીકારવામાં આવ્યું છે, માટે હવે આપણે તેને નાઇટ કર્ફ્યૂના સ્થાને કોરોના કર્ફ્યૂના નામથી યાદ રાખવું જોઇએ. કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા દરેક ઉપાયો છે. હવે તો વેક્સીન પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલાની સરખામણીમાં લોકો વધારે કેયરલેસ થઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હાલમાં લોકડાઉનની જરૂરિયાત નથી. ફરી એકવાર પડકારજનક સ્થિતિ બની રહી છે. અમુક રાજ્યોમાં પડકારો વધી રહ્યા છે. આપણે ગવર્નેંસ પર ધ્યાન આપવાનું રહેશે. દેશ ફર્સ્ટ વેવના પીકને ક્રોસ કરી ચૂક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલા કરતા વધારે ફેલાઇ રહ્યું છે. આપણા સૌ માટે આ ચિંતાનો વિષય છે. આ વખતે લોકો પહેલાની સરખામણીએ વધારે કેઝ્યુઅલ થઇ ગયા છે. ફરીથી યુદ્ધના ધોરણે કામ કરવાનું રહેશે. જનભાગીદારીની સાથે સાથે આપણાં ડૉક્ટરો સ્થિતિને સંભાળવામાં આજે પણ લાગ્યા છે.

PM મોદીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને આગ્રહ કરતા કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોને 100 ટકા રસી લાગે તેવો પ્રયત્ન કરો. તેમણે કહ્યું કે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસી ઉત્સવ ઉજવી શકાય છે. વધુમાં વધુ લોકો રસી મૂકાવે.

ટેસ્ટિંગ-ટ્રેકિંગ સૌથી જરૂરી

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ટેસ્ટિંગ પર વધારે ભાર આપવો પડશે. શરૂઆતી લક્ષણમાં જ ડૉક્ટર પાસે જાઓ. કોરોના એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમે તેને ડૉક્ટર પાસે લઇ ન જશે, તે આવશે નહીં. આપણે ટેસ્ટિંગ અને ટ્રેસિંગને વધારવું પડશે. આપણે કોઇપણ રીતે પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લઇને આવવાનો છે.

અમારો ટાર્ગેટ 70 ટકા સુધી RT-PCR ટેસ્ટનું લક્ષ્ય રાખવાનો છે. કોરોનાથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. પોઝિટિવિટી રેટ વધવાથી ડરો નહીં, ટેસ્ટ જરૂર કરાવો. ટેસ્ટ કરાવશો તો જ તેનું પરિણામ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp