પ્રજાસત્તાક પર્વએ PM નરેન્દ્ર મોદીએ શરૂ કરી નવી પરંપરા

PC: pib.gov.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિવસે 48 વર્ષ જૂની પરંપરાને તોડતા નવી પરંપરાની શરૂઆત કરી છે. તેમણે યુદ્વવીરોની શહીદીને સલામ કરતા ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ ન ગયા પરંતુ નજીકમાં જ નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્વ સ્મારકે જઇને શહીદોને શ્રદ્વાંજલી આપી હતી. આ અવસર પર દેશના પહેલા CDS સિવાય ત્રણેય સેનાઓના પ્રમુખોએ આગેવાની કરી હતી.

આ વખતે પહેલીવાર CDS પણ પ્રજાસત્તાક દિવસે ભાગ લઇ રહ્યા છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્વમાં થયેલા શહીદોની યાદમાં 1972માં ઇન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોતિ સ્મારક બનાવાવામાં આવ્યું હતું. ત્રણેય સેનાઓના પ્રમુખો સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસરે  અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્વાંજલી આપતા હતા. પૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરી 2020ના રોજ CDSનો પદભાર સંભાળ્યો હતો. આર્મી ચીફ એમ.એમ નરવણે, વાયુસેના પ્રમુખ આર.કે ભદોરિયા અને નૌકા દળના ચીફ એડમિરલ કરમબીર સિંહે ગયા વર્ષે જ પદભાર સંભાળ્યો હતો.

44 એકરમાં ફેલાયેલું વોર મેમોરિયલ 4 સર્કલોથી બન્યુ છે. અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમા 25,942 જવાનોના નામ ગ્રેનાઇડના ટેબલેટ પર સુવર્ણ અક્ષરોથી લખાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગયા વર્ષે 25 ફ્રેબ્રુઆરી 2019ના રોજ 44 એકરમાં બનાવેલુ વોર મેમોરિયલ સમર્પિત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp