વોહરા સમાજ સાથે મારો સંબંધ ખૂબ જૂનો છે: PM મોદી

PC: ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈન્દોરમાં હજરત ઇમામ હુસેનની શહીદીના સ્મરણોત્સવ 'અશરા મુબરકા' કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દાઉદી વોહરા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. PM મોદી સાથે વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદ મુફ્દ્લ સૈફુદ્દીન પણ મોજૂદ હતા.
વોહરા સમાજના ઇતિહાસમાં એવું પ્રથમ વખત હતું જ્યારે કોઈ પ્રવચન કાર્યક્રમમાં કોઈ વડાપ્રધાન શામેલ થયા હોય. શિવરાજ સરકારે ધર્મગુરુ સૈયદ મુફ્દ્લ સૈફુદ્દીનને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે.

સૈફી મસ્જિદમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપ સૌની વચ્ચે આવવું મને હંમેશાં પ્રેરણા આપે છે અને એક નવો અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર અવસરે તમે મને આમંત્રિત કર્યો તે બદલ હું આપ સૌનો આભારી છું. તેમણે કહ્યું કે વોહરા સમજે હંમેશાં શાંતિનો સંદેશો આપ્યો છે. PM મોદીએ કહ્યું કે ઈમામ હુસેન શાંતિ અને ન્યાય માટે શહીદ થયા હતા.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે શાંતિનો સંદેશ આપવાની આ શક્તિ જ આપણને દુનિયાથી અલગ બનાવે છે. તેમણે કહ્યું કે આપણને આપણા ઇતિહાસ પર ગર્વ છે અને વર્તમાન પર વિશ્વાસ છે. વોહરા સમજે શાંતિ માટે જે યોગદાન આપ્યું છે તેની વાત હંમેશાં હું દુનિયા સામે કરું છું.

તેમણે કહ્યું કે વોહરા સમાજની ભૂમિકા રાષ્ટ્રભક્તિ પ્રત્યે પણ ખૂબ મહત્ત્વની રહી છે. ધર્મગુરુ પોતાના પ્રવચનના માધ્યમથી દેશ પ્રેમની વાતો કહે છે. PM મોદીએ કહ્યું કે વોહરા સમાજ સાથે મારો સંબંધ ખૂબ જૂનો છે. હું આ પરિવારનો સદસ્ય છું. મારા દ્વાર તમારા માટે હંમેશાં ખુલ્લા છે. તેમણે કહ્યું કે જન્મદિવસ પહેલાં જ મને આ પવિત્ર મંચથી આશીર્વાદ મળ્યો છે.

તેમણે કહ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વોહરા સમાજ હંમેશાં મારેઈ સાથે હતો. ઘણીવાર હું ઘર્મગુરુજીને મળવા માટે સુરત એરપોર્ટ પર મળવા ગયો છું. PM મોદીએ કહ્યું કે ત્યારે મેં તેમની સામે ગુજરાતમાં પાણીની ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે તેના પતે તરત કામ કવાનું શરૂ કર્યું હતું.

કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે આજે વોહરા સમાજ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે સમાજને મદદ કરી રહ્યો છે. સરકાર પણ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે અને લગાતાર અમે કામ કરી રહ્યા છીએ. અમે દવાઓની કિંમત ઓછી કરી દીધી છે. આયુષ્માન ભારત મારફતે 50 કરોડ લોકોને મેડિકલની સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ થશે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી વોહરા સમાજના લોકોએ લગભગ 11000 લોકોને પોતાનું ઘર આપ્યું છે. અમારી સરકાર પણ 2022 સુધીમાં બધાને ઘર આપવા માગે છે અને અમે 1 કરોડ લોકોને ઘરની ચાવી સોંપી દીધી છે. તેમણે કહ્યું કે જલદી જ આપણો દેશ ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp