26th January selfie contest

PM મોદીએ કુંભ મેળામાં લગાવી ડૂબકી, સફાઇકર્મીના પગ પણ ધોયા, જુઓ વીડિયો

PC: ANI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ચાલી રહેલા કુંભ મેળા દરમિયાન તેમણે સંગમમાં ડૂબકી પણ લગાવી હતી. PM મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. સંગમ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ PM મોદીએ પવિત્ર સંગમ પર મંત્રોચ્ચારની વચ્ચે પૂજા-અર્ચના પણ કરી હતી.

ત્યાર બાદ PM મોદીએ સફાઇ કર્મચારીઓ અને સ્વચ્છાગ્રહીઓને સન્માનિત કર્યા હતા. એટલું જ નહીં PM મોદીએ સફાઇકર્મીઓના પગ પણ ધોયા હતો. તમને જણાવી દઇએ કે આ એ લોકો છે, જેમણે કુંભના આયોજનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સિવાય PM મોદી અહિંયા એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.

લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો આ પ્રયાગરાજ પ્રવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp