PM નરેન્દ્ર મોદીએ દેશના તમામ સરપંચોને સંબોધીને લખ્યો લેટર, ગામવાસીઓને કરી આ અપીલ

PC: hindustantimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ સરપંચોને લેટર લખીને આગામી ચોમાસા પહેલા પોતાના ગામોમાં જળસંગ્રહ સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી હતી.

તેમણે પત્રની શરૂઆતમાં કહ્યું હતું કે, હાલમાં જ પૂરા થયેલા લોકતંત્રના મહાપર્વમાં ઉત્સાહથી ભાગ લેવા અને એક સશક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ સરકારની પસંદગી કરવા માટે તમને બધાને શુભેચ્છા.

તેમણે લખ્યું હતું કે, ચોમાસાનું આગમન થવાનું છે. આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાને દેશને યોગ્ય જળ પ્રદાન કર્યું છે. પરંતુ ભગવાનની આ ભેટનો આદર કરવો આપણું કર્તવ્ય છે. એટલા માટે વરસાદની મૌસમ શરૂ થતા જ આપણે એવી વ્યવસ્થા કરી લઇએ જેનાથી વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp