PM ડૉ.હરેકૃષ્ણ મહતાબ લિખિત ઓડિશા ઈતિહાસના હિન્દી સંસ્કરણનું વિમોચન કરશે

PC: PIB

PM નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2021ના રોજ મધ્યાહ્ન 12 વાગ્યે નવી દિલ્હીમાં જનપથ ખાતેના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ‘ઉત્કલ કેસરી’ ડૉ. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તકના હિન્દી અનુવાદનું વિમોચન કરશે. આ પુસ્તક ઓડિયા અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, જેનો અનુવાદ શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભર્તૃહરી મહતાબ, સાંસદ (એલએસ), કટક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હિન્દી સંસ્કરણના વિમોચનના આ કાર્યક્રમનું આયોજન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.

ડૉ. હરેકૃષ્ણ મહતાબ ભારતની આઝાદીની ચળવળનું નોંધપાત્ર વ્યક્તિત્વ રહ્યા હતા. તેમણે 1946થી 1950 સુધી અને 1956થી 1961 સુધી ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 194-1945 દરમિયાન જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યો એ અહમદનગર ફોર્ટ જેલમાં ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તક લખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp