પોલીસે એક ટ્રક ચાલકને ફટકાર્યો 1.41 લાખનો દંડ

PC: youtube.com

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થયા પછી વાહન ચાલકો પાસેથી 10,000, 25,000, 50,000, અને 1 લાખ રૂપિયા કરતા વધારે દંડ કરવામાં આવ્યો હોય તેવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સાથે એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, વાહનની કિંમત કરતા વધારે દંડ ફટકારવામાં આવતા વાહન ચાલક દંડ ભરવાના બદલે પોતાનું વાહન પોલીસને જમા કરાવી દે છે.

આ ઉપરાંત એક યુવકેને વધારે દંડ ફટકારવામાં આવતા તેને પોતાની બાઈક રસ્તા પર જ સળગાવી દીધી હતી. પોલીસ દ્વારા વધારે રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, પોલીસ દ્વારા ટ્રક ચાલકને 1,41,000નો દંડ ફટકાર્યો હતો. ટ્રકના માલિક પાસે બીજો કોઈ રસ્તો ન હોવના કારણે તેને દંડ ભરવો પડ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસે એક ટ્રકને રોકીને ઓવરલોડ ટ્રક ચલાવવા બદલ 70,0000 રૂપિયાનો અને ટ્રકમાં ઓવર લોડીંગ સમાન લાદવામાં માટે બીજા 70,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ટ્રક રાજસ્થાનમાં બીકાનેરમાં રહેતા એક વ્યક્તિનો હતો. 1,41,000ના દંડની જાણકારી ટ્રકના માલિકને થતા તે પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા અને ટ્રક માલિકે 9 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની રોહિણી કોર્ટમાં ટ્રાફિક પોલીસે કરેલી દંડની પૂરી રકમ ચૂકવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, ટ્રક માલિકને થયેલા એક લાખ રૂપિયાથી દંડના કારણે ટ્રકના માલિકે ટ્રક ડ્રાઈવરને પૈસા દંડની રકમ ભરવા માટે આપ્યા હતા. ટ્રકનો ડ્રાઈવર દંડની રકમ નહીં ભરીને ટ્રક માલિકના પૈસા લઈને ફરાર થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp