કોલાબામાં ડાન્સ બાર પર દરોડા, સરકારી અધિકારી સહિત 15 પકડાયા

PC: odishasuntimes.com

દક્ષિણ મુંબઇના કોલાબા સ્થિત એક ડાન્સ બાર પર પોલીસે દરોડા પાડ્યાં હતા. આ દરોડાઓ દરમિયાન BMC ના એક વરિષ્ઠ અધિકારી સહિત કમસે કમ 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. એક અધિકારીઓ કહ્યું કે, દરોડા પ્લેટિનમ બાર અને રેસ્ટરાંમાં પાડવામાં આવ્યાં હતા. આ દરોડા દક્ષિણ મુંબઇના એડીશનલ ACP ની સ્પેશિયલ ટીમ દ્વારા રાત્રે 12.30 વાગ્યે કરવામાં આવ્યાં હતા.

એક અધિકારીએ કહ્યું કે, દરોડા દરમિયાન પોલીસે હોટેલ મેનેજમેન્ટ સ્ટાફના 9 સભ્યો અને 6 ગ્રાહકોની અટકાયત કરી હતી જેમાં ઓફિસર લેવલના ડેપ્યુટી મહાનગરપલિકા કમિશનર પણ સામેલ છે. પોલીસ અધિકારી પ્રમાણ, અટકાયતમાં લેવાયેલા લોકોમાં એક સરકારી અધિકારી, એક વેપારી અને કેટલાક હાઇ-પ્રોફાઇલ લોકો સામેલ છે. જો કે પોલીસે એક મહિલા કર્મચારીને છોડી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે, IPC ની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર હોટલ એસેટ્બ્લિશમેન્ચ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, બધા આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતા, બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે મુંબઇમાં લાંબા સમયના બાર પર પ્રતિબંધ બાદ સુપ્રીમ કોર્ટે તેને ફરીથી શરૂ કરવા માટે કેટલીક શરતી પરવાનગી આપી હતી. આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દિવંગત આરઆર પાટીલે ડાન્સબાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. તત્કાલિન રાજ્ય સરકારના આ નિર્ણયનો ઘણી બાર ડાન્સરોએ વિરોધ પણ નોંધાવ્યો હતો તે છતાં સરકારે નમતું જોખ્યું ન હતું. આ વર્ષે સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ પર શરતી પરવાનગી આપીને બાર ડાન્સ બંધ કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp