મારામારી બાદ પંડિત સહિત ભાગ્યા જાનૈયા, પોલીસે મંત્રો વાંચીને કરાવ્યા લગ્ન

PC: twitter.com/Saurabh_LT

ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાના એક લગ્નમાં પોલીસકર્મીને પંડિતની ભૂમિકા ભજવવી પડી. પોલીસકર્મીએ વર્દી પહેરીને મંત્રો વાંચવા પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મી કર્પૂર ગૌરમ, કરુણાવતારમ’નો મંત્ર વાંચી રહ્યા છે. હાથોમાં ફૂલ લઈને દુલ્હન પર નાખી રહ્યા છે. જેવા જ પંડિત બનેલા પોલીસકર્મીના મંત્ર સમાપ્ત થાય છે વરરાજા દુલ્હનને વરમાળા પહેરાવી દે છે. તો દુલ્હન પણ વરરજાને માળા પહેરાવી દે છે.

આસપાસ ઊભા લોકો તાળીઓ વગાડવા લાગે છે. જેવા જ લગ્ન સંપન્ન થાય છે, પોલીસકર્મી સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે. અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરતોરા ગામની આ ઘટના છે. જાન દુલ્હનના ઘરે પહોંચી હતી. સ્વાગત થયું, પરંતુ કેટલાક લોકોએ દારૂ પી રાખ્યો હતો. દારૂના નશામાં બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જ્યારે લાગ્યું કે મામલો ગંભીર થઈ રહ્યો છે, પંડિત સહિત જનૈયા ઘટનાસ્થળ પરથી ભાગી ગયા. વર-વધુ પક્ષ વચ્ચે હોબાળો એટલો થઈ ગયો કે, પોલીસ સુધી વાત પહોંચી ગઈ.

પોલીસે વર પક્ષના લોકોને સમજાવ્યા અને કોઈક પ્રકારે લગ્ન માટે બંને પક્ષ રાજી થયા. જ્યાં સુધી બંને પક્ષ રાજી થયા, પંડિત જ ફરાર થઈ ગયા. ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીએ કહ્યું કે, તે પંડિતની ભૂમિકા ભજવવા તૈયાર છે. પછી શું, પોલીસકર્મીએ મંત્ર વાંચ્યા અને બંને પક્ષોના કોઈક પ્રકારે લગ્ન કરાવ્યા. બંને વર-વધુ સાથે આવ્યા, લગ્ન કરાવ્યા. પોલીસકર્મી મંત્ર વાંચવા લાગ્યો અને સંબંધી સ્ટેજ પર આવી ગયા. પોલીસકર્મીએ બંનેને લગ્નના 7 વચન પણ બતાવ્યા. સોશિયલ મીડિયા પર અનોખા લગ્ન વાયરલ થઈ રહ્યા છે.

સૌરભ ત્રિપાઠી નામના ટ્વીટર યુઝરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘પોલીસની નોકરી સરળ તો હોતી નથી, શું શું નથી કરવું પડતું. જુઓ પોલીસકર્મી ભાઈ સાહેબ મંત્ર વાંચી રહ્યા છે જેથી લગ્ન થાય. ઘટના આંબેડકર નગરની છે. જાનૈયાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. જાન પરત ફરી રહી હતી. પોલીસ આવી. સમજાવવામાં આવ્યા. પછી મંત્ર વાંચીને લગ્ન કરાવ્યા. નમન. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, માત્ર પોલીસ જો ઈમાનદારીથી પોતાના કર્તવ્યોનું પાલન કરવા લાગે તો સામાજિક સિસ્ટમ દુરુસ્ત થઈ જશે. સમાજ દુરુસ્ત થઈ ગયો તો સરકાર અને સરકાર દુરુસ્ત થઈ ગઈ તો દેશ.. આખી સિસ્ટમ જ સુધરી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp