આતંકીઓએ દાદાને ગોળી મારી દીધી ગોળીબારી વચ્ચે જવાને બાળકને બચાવ્યો, જુઓ Photos

PC: asianetnews.com

જમ્મુ કાશ્મીરના સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થયા છે, જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થયું છે. તેની વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને સૌના દિલને સ્પર્શી લીધું છે. એક જવાન નાના બાળકને આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે તેને સુરક્ષિત સ્થાન પર લઈ જઈ રહ્યા છે.

જવાન અને બાળકની તસવીર થઈ રહી છે વાયરલ

આતંકવાદીઓની ગોળીબારી દરમિયાન સામે આવેલી આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. જવાન આ તસવીરમાં બાળક સાથે વાત પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા આતંકવાદીઓએ એક CRPF જવાન અને 5 વર્ષના બાળકની ગોળી મારી હત્યા કરી નાખી હતી. વાઘમાના બિજબેહરામાં બનેલી આ ઘટનામાં સામેલ આતંકવાદીઓને જવાનોએ ગઇકાલે ઠાર કરી જવાબ આપ્યો હતો.

જમ્મુ કાશ્મીરના સોપોરમાં બુધવારે CRPFની એક પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો. આતંકવાદીઓ સાથેની ગોળીબારીમાં જે સામાન્ય નાગરિકનું મોત થયું, તેની સાથે એક 3 વર્ષનો બાળક પણ હતો. આ માસૂમ બાળકને એક ભારતીય જવાને ગોળીબારીની વચ્ચે બચાવ્યો અને તેને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યો. પણ બાળક ખૂબ જ ડરેલો હતો અને તેને રડતો જોઇ શકાય છે. બાળક ડરે નહીં, તે માટે જવાને તેને બિસ્કિટનું પેકેટ પણ ખાવા માટે આપ્યું.

ઉત્તરી કાશ્મીરના સોપોરના રેબન મોડલ ટાઉનમાં આતંકવાદીઓએ CRPFની 179 બટાલિયનના જવાનોના એક દળ પર ગ્રેનેડથી હુમલો કરી દીધા. આ હુમલામાં એક જવાન શહીદ થયા છે. તો એક નાગરિકનું મોત થયું છે. જવાબી કાર્યવાહી કરતા જવાનોએ ગોળીબારી શરૂ કરી અને વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. હુમલા પછી આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા.

સામાન્ય નાગરિકોને પણ નિશાનો બનાવી રહ્યા છે આતંકવાદી

હાલના દિવસોમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં ઘાટીમાં ઘણાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. જવાનોની કાર્યવાહીથી બોખલાયેલા આતંકવાદીઓ હવે ઘાટીમાં માસૂમ લોકોને પણ પોતાનો નિશાનો બનાવી રહ્યા છે અને તેઓ બાળકોને પણ છોડી રહ્યા નથી.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે મંગળવારે કહ્યું હતું કે, મારવામાં આવેલા આતંકવાદીઓમાં 70 હિઝબુલ મુઝાહિદ્દીનના, 20-20 લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હતા. અન્ય બીજા આતંકવાદી સંગઠનના હતા. પાકિસ્તાનમાં આતંકવાદીઓની લોન્ચ પેડ એક્ટિવ છે. ત્યાંથી ભારતમાં આતંકવાદીઓને મોકલવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp