દિલ્હીમાં ખતરનાક સ્તર પર પ્રદૂષણ વધતા શહેરના બધા નિર્માણ કાર્યો પર રોક લગાવાઈ

PC: masterbuilder.co.in

દિલ્હીમાં પ્રદૂષણને લઈને બધા નિર્માણ બાંધકામને અટકાવી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રહેશે. આ આદેશ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો છે. દેશની રાજધાનીમાં પ્રદૂષા સ્તરમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું છે કે ફાયર બ્રિગેડના પાણીથી છંટકાવ થશે અને મશીનોથી દિલ્હીના રસ્તાઓની સફાઈ થશે. નિતી આયોગની બેઠક પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની સાથે વિશેષ બેઠક કરી દિલ્હીને વાયુ અને જળ પ્રદૂષણથી મુક્ત કરવા માટેનો એક પ્લાન તૈયાર કરવાના છે.

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પરિક્ષેત્રમાં રાજસ્થાનમાં આવેલી ધૂળની આંધીને લીધે દિલ્હીમાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જેને લીધએ દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તર કરતા નીચે જતી રહી હતી.  આવું ધૂળિયું વાતાવરણ દિલ્હી અને તેના આસપાસના ક્ષેત્રોમાં આગામી 2-3 દિવસ સુધી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્થાનિક બિલ્ડીંગ અને નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલી એજન્સીઓને સતત પાણીનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો છે. પાણીનો છંટકાવ કરવાને લીધે ધૂળને ઉડતી રોકી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp