બિલ ગેટ્સે હાથમાં પકડ્યુ માનવ મળ, લોકો રહી ગયા દંગ, જાણો શું છે આખી ઘટના

PC: timedotcom.files.wordpress.com

વિશ્વના સૌથી ધનવાન અને સક્રિય પરોપકારીઓમાંથી એક બિલ ગેટ્સે દુનિયાના વિકાસશીલ દેશો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે શૌચાલયોની સમસ્યા તરફ દુનિયાભરનું ધ્યાન ખેંચવા માટે મંગળવારે એક સ્ટંટ કર્યો. લોકોએ જ્યારે મંગળવારે માઈક્રોસોફ્ટના સંસ્થાપકને માનવ મળની એક જાર બતાવતા જોયા તો સૌ ચોંકી ગયા હતા. ભવિષ્યમાં શૌચાલય ટેકનિકને લઈને બેઈજિંગમાં એક કાર્યક્રમ આયોજિત હતો. ગેટ્સ પણ તેમા સામેલ થવા પહોંચ્યા હતા. બિલ ગેટ્સે કહ્યુ કે સ્વચ્છતાની ઘણી બધી બાબતો માનવીય જીવનને પ્રભાવિત કરી શકે છે. ખુલ્લામાં શૌચને કારણે લોકોનુ જીવન પ્રભાવિત થાય છે.

અબજોપતિ ગેટ્સે કહ્યુ, પર્યાપ્ત સંખ્યામાં શૌચાલયો ન હોવા, માત્ર જીવન જીવવાની પદ્ધતિને પ્રભાવિત કરે છે, પરંતુ આ બીમારી મોત અને કુપોષણ સાથે સંકળાયેલી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દુનિયાની અડધાથી વધુ આબાદી આરામદાયક સ્વચ્છતા સુવિધાઓથી વંચિત છે.

જણાવી દઈએ કે, બીજિંગમાં રિઈન્વેન્ટેડ ટોયલેટ એક્સપો ચાલી રહ્યુ છે. આ કાર્યક્રમમાં બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને સીવરની જગ્યાએ નવી ટેકનિકના ઉપયોગને લોકોની સમક્ષ રજૂ કરી હતી. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં શૌચાલયોને દુર્ગંધ મુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહ્યુ છે.

ભારતમાં પણ આ પ્રકારનું અભિયાન ચાલી રહ્યુ છે. ભારત સરકારનું કહેવુ છે કે, 2014માં 55 કરોડ લોકો ખુલ્લામાં શૌચ કરતા હતા, જે સંખ્યા હવે માત્ર 15 કરોડ જેટલી રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp