BJPના ત્રણ મોટા મંત્રી કેમ સોનિયા ગાંધીને મળવા ગયા, જાણો

PC: ANI

કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ શુક્રવારના રોજ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. સોનિયા ગાંધીને મળનારા આ મંત્રીઓમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર શામેલ હતા.

રિપોર્ટ મુજબ આ મંત્રીઓએ સોનિયા ગાંધી સાથે 17 જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર અંગે ચર્ચા કરી હતી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26 જુલાઈના રોજ પૂરું થવાનું છે અને બજેટ 5 જુલાઈના રોજ રજૂ થવાનું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, BJP મંત્રીઓનું સોનિયા ગાંધીના ઘરે જવું વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયદનો હિસ્સો છે. આ બેઠક 15 મિનિટ સુધી ચાલી હતી.

જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભા દ્રમુકના નેતા ટી.આર.બાલુ સાથે પણ મુલાકાત કરી હતી. સરકાર બજેટ રજૂ કરવા સિવાય ટ્રીપલ તલાક પર પ્રતિબંધ સહિત 10 નવા અધ્યાદેશોના કાયદામાં બદલાવની પણ યોજના બનાવી રહી છે. પહેલા બે દિવસ નવા સાંસદ શપથ ગ્રહણ કરશે. લોકસભા અધ્યક્ષની પસંદગી 19 જૂનના રોજ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સદનના સંયુક્ત સત્રને 20 જૂનના રોજ સંબોધિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp