શનિવારથી ટીવી પર ટેલિકાસ્ટ થશે રામાયણ, જાણી લો સમય અને ચેનલ

PC: itstrendingnow.com

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં લોકો ઘરોમાં રહીને અલગ-અલગ રીતે પોતાનો ટાઈમપાસ કરી રહ્યા છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીને પણ કોરોના વાયરસને કારણે ફટકો પડ્યો છે અને હવે ન તો નવી ફિલ્મો રીલિઝ થઈ રહી છે, ના ટીવી શોઝના શૂટિંગ થઈ રહ્યા છે. એવામાં મોટાભાગની દરેક ચેનલ્સ શોઝના રીપિટ ટેલીકાસ્ટ બતાવવા માટે મજબૂર છે. દૂરદર્શને પણ નિર્ણય લીધો છે કે, તે આ સમયમાં ખૂબ જ લોકપ્રિય ટીવી શો રામાયણનું રીપિટ ટેલીકાસ્ટ કરશે.

કેેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, 28 માર્ચથી દૂરદર્શન ચેનલ પર રામાયણનું ટેલિકાસ્ટ થશે. પહેલો એપિસોડ સવારે 9 કલાકે અને બીજો એપિસોડ રાતે 9 વાગે પ્રસારિત થશે

રામાયણ અને મહાભારત દૂરદર્શનના સૌથી લોકપ્રિય ટીવી શોઝમાં સામેલ છે. આ બે શો એવા છે જેણે ઈતિહાસ રચ્યો અને તેમાં કામ કરનારા તમામ સ્ટાર્સ પોતાનામાં લેજન્ડ બની ગયા. જણાવી દઈએ કે, હાલમાં જ રામાયણની સ્ટાર કાસ્ટ ધ કપિલ શર્મા શો પર આવી ગઈ હતી.

ત્યાં કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન તમામે ખૂબ જ મસ્તી કરી અને આ એપિસોડ ખૂબ જ પસંદ કરાયો હતો. રામાયણ તે સમયનો ટીવી શો હતો જ્યારે ટીવી પર ભગવાનનો રોલ પ્લે કરનારા એક્ટરને લોકો હકીકતમાં ભગવાન માની લેતા હતા અને તેઓ જે શહેર કે ગામમાં જતાં ત્યાં તેમને ભગવાન જેવું જ સન્માન આપવામાં આવતું હતું. ધ કપિલ શર્મા શો પર વાતચીત દરમિયાન શોના સ્ટાર કાસ્ટે તે સમયે શૂટિંગના તમામ કિસ્સાઓ શેર કર્યા હતા.

જણાવી દઈએ કે, રામાનંદ સાગર કૃત રામાયણ 1987ની સાલમાં શૂટ થઈ હતી અને બી. આર. ચોપડા કૃત મહાભારતનું શૂટિંગ 1988ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. ભારતીય માયથોલોજીને વિજ્ઞાનની મદદથી પહેલીવાર નાનકડા પડદા પર ઉતારવામાં આવી હતી, જેને કારણે આ બંને શોઝ ખૂબ જ પોપ્યૂલર બન્યા હતા સાથે તે સમયે તેની લોકપ્રિયતા આસમાન પર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp