BJP નહીં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીને જીતાવશે પ્રશાંત કિશોર

PC: theprint.in

રાજનીતિના ચાણક્ય અને 2014 લોકસભા ચૂંટણીમાં BJPને પ્રચંડ બહુમતથી જીત અપાવનારા પ્રશાંત કિશોર આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં જનતા દળ યુનાઇટેડમાં શામેલ થઈ ગયા છે. આ પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને જીત અપાવવામાં પ્રશાંત કિશોરનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. બિહાર બાદ તેમણે પંજાબની કેપ્ટન અમરિંદર સિંહને પણ સત્તા હાંસલ કરવામાં મદદ કરી હતી.

પોતાની રાજનૈતિક ઇનિંગ શરૂ કરતા પહેલા પ્રશાંત કિશોરે પોતે ટ્વીટ કરીને પોતાની નવી યાત્રાની જાણકારી આપી હતી. પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, બિહારથી પોતાની નવી યાત્રા શરૂ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, હું અત્યારસુધી જે પણ કઈ શીખ્યો છું, તેને હું બિહારની ભલાઈ માટે અને તેના વિકાસ માટે આવનારા વર્ષોમાં લગાવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp