ન પાક્કો રસ્તો, ન એમ્બ્યુલન્સ, 6 KM ખભા પર પ્રેગ્નેંટ પત્નીને પહોંચાડી હોસ્પિટલ

PC: thehindubusinessline.com

કાંધ પર દર્દીને હોસ્પિટલ લઈ જવાની તમે ઘણી તસવીરો જોઈ હશે. આ રીતનો જ એક મામલો તમિલનાડુના ઈરોડમાંથી સામે આવ્યો છે. જ્યાં ગર્ભવતી મહિલાને કાંધ દ્વારા તેના પરિવારે હોસ્પિટલ પહોંચાડી હતી. મહિલાના પરિવારે 65 કિમી સુધી ચાલવું પડ્યું હતું. ત્યાર બાદ એક પ્રાથમિક હોસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

કુમારીને સાંજે પ્રસવ પીડા શરૂ થઈ હતી. તેના પતિ મધેશ એમ્બ્યુલન્સ માટે 108ને ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ સુંદરપુરના રસ્તાઓ પર આવી શકી નહિ. કારણ કે વરસાદને કારણે રસ્તાઓ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ મધેશ અને તેના ગ્રામીણ મિત્રોએ વાંસની મદદથી એક કાપડનું પારણું બનાવ્યું અને કુમારીને મેદાન સુધી લઈ ગયાં. મધેશે 6 કિમી સુધીનું અંતર અઢી કલાકમાં કાપ્યું હતું.

મેદાની વિસ્તારમાં પહોંચ્યા પછી મધેશે એમ્બ્યુલન્સ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. પ્રસવ પીડા વધતાં કુમારીને બરગુરની પ્રાથમિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. હાલમાં માતા અને બાળક બંનેની હાલત સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp