સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરનારા માટે મોટા સમાચાર

PC: assettype.com

ઈન્ડિયન ઓઈલે 14.2 કિલોગ્રામ વજનવાળા સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયા જ્યારે 5 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 52 રૂપિયાનો વધારો કર્યો છે. હવે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની તિંમક 858.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. કિંમતમાં અચાનક આટલો બધો વદારો કરાતા લોકોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો હતો. આથી, સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં અચાનક કરાયેલા આટલા વધારાને લઈને નિવેદન આપ્યું છે. નિવેદનમાં સરકારે કહ્યું હતું કે, ગેસની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે નક્કી થાય છે.

સરકાર દરેક સિલિન્ડર પર સબસિડી આપે છે. કિંમત વધ્યા બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવે 154 રૂપિયાને બદલે 291 રૂપિયા સબસિડી મળશે. સબસિડીની રકમ વધારવાને કારણે હવે કન્ઝ્યુમર પર ઈન્ટરનેશનલ માર્કેટમાં ગેસની કિંમતો વધવાની અસર નહીં થશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મેળવનારા લોકોને હવે 175 રૂપિયાને બદલે 312 રૂપિયા સબસિડી મળશે.

કિંમતોમાં ઝડપથી થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે 14 કિલોના ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે. અહીં 144.50 રૂપિયા ભાવ વધારવામાં આવ્યા છે. સાથે જ કોલકાતાના ગ્રાહકોએ 149 રૂપિયા વધુ ચુકવીને 896.00 રૂપિયામાં સિલિન્ડર મળશે. મુંબઈમાં 145 રૂપિયાના વધારા સાથે 14 કિલો ગેસ સિલિન્ડરના ભાવ 829.50 રૂપિયા થઈ ગયો છે અને ચેન્નાઈમાં 147 રૂપિયાના વધારા સાથે સિલિન્ડરના ભાવ 881 રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, અન્ય શહેરોમાં હવે કયા ભાવે LPG સિલિન્ડર મળશે.

વિવિધ શહેરોમાં સબસિડી વિનાના સિલિન્ડરના ભાવ

શહેર

કિંમત

દિલ્હી

858.50 રૂપિયા

મુંબઈ

829.50 રૂપિયા

કોલકાતા

896 રૂપિયા

ચેન્નાઈ

881 રૂપિયા

પટના

965 રૂપિયા

ગયા

964.50 રૂપિયા

લખનૌ

893.50 રૂપિયા

ગુડગાંવ

864 રૂપિયા

ગાજિયાબાદ

853.50 રૂપિયા

ફરીદાબાદ

853.50 રૂપિયા

નોયડા

853.50 રૂપિયા

રાંચી

925 રૂપિયા

બોકારો

925 રૂપિયા

અમદાવાદ

861.50 રૂપિયા

સુરત

834.50 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp