સપના ગિલ કોર્ટમાં બોલી- પૃથ્વી શૉ કોણ છે એ પણ ખબર નહોતી

PC: ndtv.in

સેલ્ફી લેવાને લઈને થયેલા વિવાદ બાદ ક્રિકેટર પૃથ્વી શૉની કાર પર કથિત હુમલો કરવાની ઘટનામાં ધરપકડ થયેલી સપના ગિલને શુક્રવારે અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. સપના ગિલના વકીલ તરફથી મીડિયા રિપોર્ટ્સનો સંદર્ભ આપતા દલીલ કરવામાં આવી હતી કે પૃથ્વી શૉને દારૂ પીવાની ટેવ છે અને આ કારણે તેને BCCIએ બેન પણ લગાવ્યો હતો. વકીલે તર્ક આપ્યો કે, 50 હજાર રૂપિયા આપવા અને મામલો દબાવવા જેવું કંઈ કહ્યું નથી.

તેણે આગળ કહ્યું કે, તેના કોઈ પુરાવા નથી. સપના ગિલ મીડિયા એનફ્લૂએન્સર છે, 15 કલાક બાદ પૃથ્વી શૉ પોતાના મિત્રના માધ્યમથી પોલીસમાં ફરિયાદ કરાવે છે. એવું એ જ દિવસે કેમ ન કરવામાં આવ્યું? તો પોલીસે આ કેસમાં સામેલ બે અન્ય લોકોની પોલીસે ધરપકડ કરી છે. સપના ગિલનો સાથી શોભિત અત્યારે પણ પોલીસ પકડથી બહાર છે. આરોપી સપના ગિલે કોર્ટમાં કહ્યું કે, તે તો એ પણ જાણતી નથી કે પૃથ્વી શૉ કોણ છે. મારા મિત્રએ તેને સેલ્ફી લેવા કહ્યું હતું. મને એ પણ ખબર નહોતી કે તે એક ક્રિકેટર છે.

તેણે કોર્ટને આગળ કહ્યું કે, અમે માત્ર 2 હતા અને પૃથ્વી શૉ પોતાના 8 મિત્રો સાથે હતો. પોલીસે અમને મામલો ખતમ કરવા માટે કહ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સપના ગિલના વકીલે કહ્યું કે, પૃથ્વી શૉ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. આજે અમે કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો કે પૃથ્વી શૉ દ્વારા લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. આગામી સુનાવણીમાં અમે સપનાની જામીનની માગ કરીશું. સપના ગિલ એક સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 2 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે અને જોશ, એક વીડિયો શેરિંગ એપ, સ્નેપચેટ અને યુટ્યુબ જેવી એપ્લિકેશન પર પણ તેની ઓનલાઇન ઉપસ્થિતિ છે. તે મૂળ ચંડીગઢની રહેવાસી છે અને મુંબઇમાં રહે છે.

શું છે આખો મામલો?

મંગળવારની મોડી રાતે (સમયના હિસાબે બુધવારે સવારે) મુંબઈ સાન્તાક્રુઝ વિસ્તારમાં એક હૉટલ બહાર પૃથ્વી શૉ સાથે કથિત રીતે ગેરવર્તન કરવામાં આવ્યું અને તેની કાર પર બેઝબોલના બેટ વડે હુમલો કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર મહિલા અને તેના મિત્ર શોભિત ઠાકુર સાથે બહેસ બાદ બેટ્સમેને એનફ્લૂએન્સર સાથે સેલ્ફી ક્લિક કરવાની ના પાડી દીધી. ઘટનાની ફરિયાદ પૃથ્વી શૉના મિત્ર આશિષ યાદવે કરી હતી, જે છેલ્લા 3 વર્ષથી તેનો ફ્લેટમેટ છે અને એક કેફે ચલાવે છે. ઓશિવારા પોલીસે ગુરુવારે સપના ગિલની ધરપકડ કરી અને અન્ય 7 લોકો વિરુદ્ધ કથિત રીતે ક્રિકેટરની કારણે નુકસાન પહોંચાડીને ડરાવવા ધમકાવવા અને નકલી કેસમાં ફસાવવાની ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp