26th January selfie contest
BazarBit

હવે રેલવેમાં ટિકિટના ભાવ ફિક્સ નહીં હોય, પ્રાઈવેટ કંપની ઈચ્છીત કિંમત લેશે

PC: gstatic.com

ટ્રેન દોડાવનારી ખાનગી કંપનીઓ એમની ઈચ્છા પ્રમાણે ટિકિટના ભાવ વસૂલી શકશે. આ કિંમત નક્કી કરવા માટે ખાનગી કંપનીઓને કોઈ ઓથોરિટી પાસે મંજૂરી લેવી જરૂરી નથી. આ કંપનીઓ ભારતીય રેલવેના નેટવર્ક પર ટ્રેન દોડાવશે. રેલ વિભાગે ટ્રેન ટિકિટની કિંમત કેટલી રાખવી એ માટેનો નિર્ણય ખાનગી કંપનીઓ પર છોડ્યો છે.

આ ઉપરાંત આવકનો સ્ત્રોત ઊભા કરવા માટેના જુદા જુદા પાસા વિશેના નિર્ણય લેવા માટે પણ સ્વતંત્ર રહેશે. રેલ મંત્રી પીયૂષ ગોયલે આ વિષય પર માહિતી આપી હતી. પ્રિ એપ્લિકેશનની બેઠકમાં આ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. સરકાર 109 રૂટ પર 151 ટ્રેન ખાનગી કંપનીઓને 35 વર્ષ માટે ચલાવવા માટે આપશે. આ અંગે જે સવાલ કરવામાં આવ્યા હતા એના જવાબમાં રેલ તંત્રએ કહ્યું હતું કે, કેટલા ભાડા રાખવા તે ખાનગી કંપની નક્કી કરશે. આ કિંમત બજાર પ્રમાણે હશે. આ માટે કોઈ પરવાનગીની જરૂર નથી. સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, કેબિનેટ અથવા સાંસદ પાસેથી આ મુદ્દે મંજૂરી મેળવવાની રહેશે.

રેલવે એકટ અનુસાર કેન્દ્ર સરકાર અથવા રેલ મંત્રાલય પેસેન્જર ટ્રેનના ભાડા નક્કી કરી શકે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું કે, ખાનગી ટ્રેનના ભાડા વર્તમાન ટ્રેનની સરખામણીમાં ખૂબ વધારે હશે. હાલના સમયમાં અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ દોડે છે અન્ય ટ્રેનની તુલનામાં ભાડું ઘણું વધુ છે. ખાનગી કંપની એમની વેબસાઈટ પરથી પણ ટિકિટનું ઓનલાઈન વેચાણ કરી શકશે. પણ વેબસાઈટના બેક ઈન્ડને રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે રાખવી પડશે. જે હાલમાં ભારતીય રેલ વિભાગ પાસે છે. રેલ વિભાગે ખાનગી સેક્ટરની મદદથી દોડાવાતી ટ્રેન માટે એક ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે.

જે ટાઇમલાઈન અનુસાર વર્ષ 2023માં પ્રાઈવેટ ટ્રેનનો પ્રથમ સેટ નેટવર્ક પર આવશે. એક સેટમાં કુલ 12 ટ્રેન હશે. રેલવેના જણાવ્યા અનુસાર વર્ષ 2027 સુધીમાં 151 ટ્રેન રજૂ કરાશે. દેશની ખાનગી કંપનીઓ પાસેથી  109 રૂટ પર 151 મોડર્ન ખાનગી ટ્રેન ચલાવવા પ્રસ્તાવ મંગાવ્યા છે. આ યોજના અંતર્ગત ખાનગી સેક્ટરમાંથી 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા મંજૂરી અપાઈ છે. રેલ વિભાગે ઉમેર્યું કે, ભારતમાં જ 70% ખાનગી ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે. જે 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી દોડશે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ ફાયદો થશે કે, યાત્રામાં 10થી 15 ટકા સમયની બચત થશે.

જે હાલમાં રેલવે તરફથી ચલાવવામાં આવી રહેલી સૌથી ઝડપી ટ્રેનથી પણ વધારે રહેશે. અત્યારે દેશમાં તેજસ એક્સપ્રેસ નામથી એક ખાનગી ટ્રેન દોડી રહી છે. આ વિષય અંગેની પહેલી મિટિંગમાં 16 કંપનીએ ભાગ લીધો છે. જેમાં IRCTC ઉપરાંત GMR સમૂહ, બોમ્બાર્ડિયર ઈન્ડિયા, CAF, રાઈટ્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ (BHEL), મેઘા સમૂહ, RK એસોસિએટ્સ, સ્ટરલાઈટ પાવર, ભારત ફોર્જ અને કેબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp