અમીર મિત્રોને ફાયદો પહોંચાડવા ગરીબોના ખિસ્સા ખાલી કરી રહી છે BJP: પ્રિયંકા ગાંધી

PC: gstatic.com

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રમુખ મોબાઈલ સેવા કંપનીઓની ઈન્ટરનેટ સેવા અને કોલની દરો વધારવાને લઈને મોદી સરકાર પર શાબ્દિક બાણો ચલાવતા આરોપ લગાવ્યો છે કે, ભાજપા તેના અમીર મિત્રોને ફાયદો પહોંચાડવા માટે ગરીબોના ખિસ્સા ખાલી કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, ભાજપા પાછલા 6 વર્ષોમાં મોબાઈલ ઈન્ટરનેટ અને ફોન કોલ સસ્તા કરાવવાની માત્ર વાતો જ કરતી હતી. જેની હવા નીકળી ગઈ છે.

Vodafone Idea અને Airtelની સાથે સાથે હવે રિલાયન્સ જિયોએ પણ મોબાઈલ સેવાઓની દરોમાં વધારો કરી દીધો છે. જિયોની નવી દરો 6 ડિસેમ્બરથી લાગૂ થશે. અને જે 40 ટકા સુધી મોંઘી થઈ જશે. તો બીજી તરફ વોડાફોન અને આઈડ્યાએ પણ તેમની પ્રીપેડ સર્વિસની ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. જે 3 ડિસે-19 થી લાગૂ થશે.

ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધાને કારણે કંપનીઓ મુશ્કેલી વેઠી રહી હતી. સરકારી ફી ચૂકવવાના હુકમથી કંપનીઓ પર વધારાનો બોજો પડ્યો છે. આ માટે, ખાનગી ક્ષેત્રના તમામ મોટા ઓપરેટરો મોબાઇલ દરોમાં વધારો કરવા જઈ રહ્યા છે.

રવિવારે, વોડાફોન-આઇડિયાએ પ્રીપેડ સેવાઓ માટે 2, 28, 84 અને 365 દિવસની વેલિડીટી સાથે નવા પ્લાન્સ રજૂ કર્યા છે, જે જુના પ્લાન્સની તુલનામાં 50% વધારે છે. એરટેલનો ટેરિફ દરરોજ 50 પૈસાથી 2.85 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. વોડાફોન-આઇડિયાએ ઓફ નેટ કોલ્સની મર્યાદા નક્કી કરી છે, જ્યારે એરટેલે નક્કી કરેલી મર્યાદાથી વધુ ઓફ નેટ કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ફી લેવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp