માયાવતી બાદ પ્રિયંકા ગાંધીની ટ્વીટર પર એન્ટ્રી, જાણો કયા 7 લોકોને કરે છે ફોલો

PC: freepressjournal.in

BSP પ્રમુખ માયાવતી બાદ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પણ ટ્વીટર પર એન્ટ્રી થઈ ચૂકી છે. તેમના ટ્વીટર પર આવતાની સાથે જ થોડી જ વારમાં તેમના ફોલોઅર્સની સંખ્યા આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાર સુધીમાં 61 હજારને પાર કરી ગઈ છે. આ સાથે જ પ્રિયંકા ગાંધી હાલમાં 7 લોકોને પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ફોલો કરે છે, તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, કોંગ્રેસ પાર્ટીનું ટ્વીટર, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા અને જ્યોતિરાદિત્ય સિંધિયા શામેલ છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટર પરથી અત્યાર સુધીમાં એક પણ ટ્વીટ કર્યું નથી.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ લગભગ 2 અઠવાડિયા પહેલા જ સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરી છે. તેમને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભાવી બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશમાં પોતાના કેમ્પનની શરૂઆત કરી છે. જેમાં તેઓ એક રોડ શો કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન તેમની સાથે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની સાથે રહેશે. તેઓ 4 દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત પહેલા તેમનો અને જ્યોતિરાદિત્ય સિંધિયાની એક ઓડિયો કોંગ્રેસ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના વોટરોને સંબોધિત કરતા કહી રહી છે કે તે નવી રાજનીતિનું નિર્માણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp