26th January selfie contest

ગંગાને બચાવવા માટે 111 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ જી.ડી.અગ્રવાલનું મૃત્યુ

PC: intoday.in

IIT કાનપુરનાં પૂર્વ પ્રોફેસર અને ગંગાનાં નિર્મળ પ્રવાહનાં અગ્રદૂત પ્રોફેસર જી ડી અગ્રવાલનું 112 દિવસનાં ઉપવાસ બાદ નિધન થયું છે. પ્રોફેસર અગ્રવાલ ગત 22 જુનથી હરિદ્વારમાં આમરણ ઉપવાસ પર બેઠાં હતાં. પ્રોફેસર અગ્રવાલ ગંગા નદીનાં પ્રવાહમાં બંધો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા અવરોધોનાં વિરાધી હતાં. તેમની સરકારની માંગ હતી કે દરેક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ કરવામાં આવે. આશરે 111 દિવસોનાં ઉપવાસ બાદ તેમણે મંગળવારે પાણીનો ત્યાગ કર્યો હતો. તેમનું મૃત્યુ બુધવારે ઋષિકેશનાં એમ્સમાં હાર્ટ એટેકને કારણે થયું હતું.

તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પ્રોફેસર અગ્રવાલે કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર અને જળસંશાધન મંત્રાલયને ઘણા બધા પત્રો મોકલ્યા હતા પરંતુ તેમનાં તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હું છેલ્લાં 109 દિવસોથી આમરણ ઉપવાસ પર છું અને હવે મે નિર્ણય કર્યો છે કે હું મારી તપસ્યા હજુ આગળ વધારીશ અને ગંગા નદી માટે પોતાનાં જીવનનું બલિદાન આપીશ. મારા મૃત્યુ સાથે જ મારા ઉપવાસનો અંત થશે.

પ્રોફેસર અગ્રવાલનાં ઉપવાસ છોડાવવા માટે ઉત્તરાખંડનાં પૂર્વ CM અને નેતા રમેશ પોખરિયાલ નિશંકે ઘણાં પ્રયત્નો કર્યા હતાં, પરંતુ તેમનાં પ્રયત્નો નિષ્ફળ નીવડ્યાં હતાં. પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા જી ડી અગ્રવાલે IIT રુડકીમાંથી સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પછી તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી Ph.dની ડિગ્રી મેળવી હતી.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp